ગુજરાત

ગુજરાતના રાજકારણમાં ખળભળાટ,મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યું રાજીનામું,જુઓ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 31 લાખ 88 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 26 હજાર ને પાર પહોંચી ગયો છે. તો આજે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ જોવા મળ્યો છે.ત્યારે આજે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે.

Loading...

ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાય તેવા એંધાણ છે. ગાંધીનગરમાં મોટી હલચલ જોવા મળી છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. તેઓએ રાજ્યપાલને  મુલાકાત માટે સમય માંગ્યો હતો. જે અંતર્ગત વી સતીષ, સીએમ રૂપાણી, નિતિન પટેલ સહિતના નેતાઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. જોકે, આ મુલાકાત બહુ જ ખાસ કહેવાઈ રહી છે. કારણ કે તેના બાદ તેઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધવાના છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા પછી પત્રકાર પરીષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે. 

તેમણે જણાવ્યું હતું કે, હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો.

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થયેલી જોવા મળી હતી. કમલમ ખાતે બંધબારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલની બેઠક ચાલી રહી છે. જ્યારે બેઠકમાં અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા છે. બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર છે.

સરદારધામના લોકાર્પણના કાર્યક્રમમાં કોઈ મોટી હલચલ સર્જાઈ હોય તેવુ સૂત્રોનું કહેવુ છે. કારણ કે, પાટીદારોના સરદાર ધામ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતાઓ તાત્કાલિક રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. એટલુ જ નહિ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને પણ તાત્કાલિક બોલાવી લેવાયા હતા. ત્યારે કોઈ મોટી નવાજૂની સર્જાય તેવી રાજકીય ગતિવિધિ તેજ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *