ગુજરાત

કૉંગ્રેસને ગુજરાતમાં મોટો ઝટકો,ચૂંટણીના પરિણામો બાદ આ કૉંગ્રેસ નેતા આપશે રાજીનામું,જાણો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. 2015માં જ્યાં જ્યાં ભાજપની હાર થઈ હતી, તેમાંની મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે હવે સફળતા ભાજપના હાથમાં છે. ત્યારે કમલમ ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે. તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જાકારો મળ્યો છે. મહાનગરપાલિકા બાદ હવે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ ને હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસમાં ભારે અરાજકતા ફેલાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે.

Loading...

ત્યારે સ્પષ્ટ થયું છે કે, ગુજરાત કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ નીવડી છે. આજના પરિણામ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા રાજીનામુ આપશે. અમિત ચાવડા આજની હાર બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામુ આપશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડા એ રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. સાંજે 5 વાગે અમિત ચાવડા આ અંગે સત્તાવાર જાહેરાત કરશે.

કોંગ્રેસની હારથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. 2017માં વિધાનસભામાં કારમો પરિજય થયો હતો ભરતસિંહ સોલંકીએ રાજીનામુ આપ્યું હતું. હાઈકમાન્ડ ભરતસિંહ સોલંકીનું રાજીનામુ સ્વીકાર્યું હતું. તેના બાદ તેમના પિતરાઈ ભાઈ અમિત ચાવડાને જવાબદારી સોંપી હતી. અમિત ચાવડા યુવા નેતૃત્વમાં ગણાતા હતા. પરંતુ અમિત ચાવડા કોંગ્રેસને એક કરવામાં અને સાચવી રાખવામાં નિષ્ફળ નીવડ્યા હતા. વર્ષ 2017 બાદ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો તૂટ્યા હતા અને ભાજપમાં જોડાયા હતા.

તેના બાદ 2019ની લોકસભાની ચૂંટણીમાં 26/0 થી કોંગ્રેસનો
પરાજય થયો હતો. ત્યારે કોંગ્રેસના નેૃતત્વ સામે ફરીથી સવાલો ઉભા થયા હતા. અમિત ચાવડાના નેતૃત્વમાં અનેક નેતાઓએ રાજીનામા આપ્યા. ત્યારે પણ અમિત ચાવડાએ રાજીનામુ આપવાની વાત કરી હતી, પણ તેમને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા ન હતા. ત્યારે હવે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂ્ંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.

જોકે, અમિત ચાવડાના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસમાંથી વધુ રાજીનામા પડે તો નવાઈ નહિ.પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીઓએ એન્ટ્રી મારી દીધી છે. ભાજપે પણ તમામ જિલ્લા પંચાયતની બેઠકો જીતી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *