કૉંગ્રેસના મોટા નેતા પકડાયા રૂમમાં યુવતી સાથે,પત્નીએ પાર પાડ્યો ખેલ,જુઓ વીડિયો
સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 53 લાખ ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 30 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.ગુજરાતના રાજકારણમાં પણ ખળભળાટ જોવા મળે છે.ત્યારે ગુજરાત કોંગ્રેસના એક મોટા નેતા રૂમમાં યુવતી સાથે પકડાયા હોય તેવો વીડિયો સોશ્યિલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે.જો કે આ વીડિયોની ગુજ્જુ કાઠિયાવાડી ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે,ગુજરાત કૉંગ્રેસના મોટા નેતા ભરતસિંહ કોઈ અજાણી યુવતી સાથે રૂમમાં હોય તે જ સમયે તેમની પત્ની ત્યાં પહોંચી ગઈ હતી. ત્યારબાદ યુવતીને લઈ ભરતસિંહની પત્નીએ હોબાળો કર્યા હોય તેવું વીડિયોના દ્રશ્યો પરથી સ્પષ્ટ સાબિત થાય છે. ભરતસિંહના પત્નીએ આ અજાણી યુવતી સાથે તેમના સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ યુવતી અને ભરતસિંહના પત્ની વચ્ચે બબાલ થાય છે. એટલું જ નહીં, બંને વચ્ચે થયેલી બબાલનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં યુવતીએ પતિ-પત્નીના સંબંધ બગાડ્યા હોવાનો ભરતસિંહના પત્નીએ આરોપ લગાવ્યો છે.
વીડિયોની વાત કરીએ તો,ભરતસિંહ સોલંકીના પત્ની ધીમેથી દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશે છે, તે વખતે ભરતસિંહ દોડતા આવે છે અને ‘પોલીસને બોલાવો..પોલીસને બોલાવો’ કહીને બૂમો પાડીને પત્ની રેશ્મા પટેલને આવતા અટકાવે છે. રેશ્મા પટેલ સાથે તેમની સાથે રહેલા લોકો પણ ઘરમાં જબરજસ્તી ઘૂસે છે અને અંદર રહેલી યુવતીના વાળ પકડીને માર મારવાનું શરૂ કરે છે. ભરતસિંહ વચ્ચે પડીને અજાણી યુવતીને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પત્ની તેમને હડસેલીને દૂર કરી દે છે. ત્યારબાદની ત્રણ ક્લીપમાં રેશ્મા પટેલ અને ભરતસિંહના ઘરમાં રહેલી અજાણી યુવતી વચ્ચે થયેલી મારામારીના દ્રશ્યો વાયરલ થયા છે. જેમાં રેશ્મા પટેલ યુવતીના વાળ ખેંચીને તેનું મોઢું કેમેરામાં દેખાય તેવા પ્રયાસ કરી રહી છે.
રેશ્મા પટેલ આ યુવતીને એમ પણ કહે છે કે, ‘તું મારા ધણીને લઈને બેઠી છે… તને નહીં છોડું..’ રેશ્મા પટેલના અચાનક ઘરમાં ઘૂસી જવાથી ભરતસિંહ એટલા ગભરાઈ જાય છે કે તેઓ તેમના ગાર્ડ્સને બૂમો પાડીને પોલીસને બોલાવવા માટે જણાવે છે. પરંતુ ભરતસિંહ સોલંકીના પત્ની યુવતીના વાળ ખેંચીને ‘આનો વિડીયો ઉતારો.. તારું મોઢું બતાય’ એમ કહેતા રહે છે. જોકે, યુવતી પોતાનો ચહેરો છૂપાવવા માટે પોતાનાથી બનતા તમામ કોશિશ કરે છે. તે વખતે રેશ્મા પટેલ સાથે રહેલો એક વ્યક્તિ યુવતીને એમ પણ કહે છે કે, આ ધંધા સારા નથી.
અન્ય વાયરલ થયેલી એક વીડિયોમાં ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ યુવતીને જણાવે છે કે ‘તે મારો નથી થયો.. તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી.. મારો બાપ પણ મરી ગયો.. જેવી દશા મારી થઈ તેવી જ દશા તારી પણ થશે.’ પરંતુ તે વખતે અજાણી યુવતી ભરતસિંહના પત્નીને આન્ટી કહીને બોલાવે છે, જેના જવાબમાં રેશ્મા પટેલ તેને એમ કહેતા સાંભળી શકાય છે કે, ‘તું મને આન્ટી કહે છે તો પેલો તારો દાદો ના થયો?’