અમદાવાદમાં કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવાચાલકને કચડી નાખતાં મોત…

ગઈકાલે રાત્રે ત્રણ ચાર કલાકમાં જ શહેરમાં 2 હિટ એન્ડ રન ના બે કેસો બન્યા છે. જેમાં મેમનગરમાં એક ઇનોવા કારે એક બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું હતું. દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવાચાલકને કચડી માર્યો હતો. ઈનોવાની સ્પીડ 100થી વધુની હોવાની શંકા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નાસી છૂટેલા કારચાલકની શોધખોળ શરૂ કરી છે.તેના ગણતરીના કલાકો બાદ મોડી રાત્રે 11 વાગે ઇસનપુર વિસ્તારમાં એક કાર ચાલકે ગોવિંદ વાડી પાસે એક સોસાયટીની બહાર રોડ પર સુઈ રહેલા ત્રણ મજુરો પર કાર ચઢાવી હતી. આ અકસ્માતમાં ત્રણ મજૂરોને ઈજાઓ પહોંચતા તમામને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કાર ચાલક ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે હવે અમદાવાદમા બીઆરટીએસના ડ્રાઈવરો બાદ કારચાલકો પણ બેખોફ બન્યા છે તેવું લાગી રહ્યું છે.

Loading...

મેમનગરમાં પોતાના દીકરાને ટ્યુશનથી પરત લેવા જઇ રહેલા પ્રફુલ પટેલ નામનાં 42 વર્ષનાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. કાર ચાલક અકસ્માત બાદ ત્યાંથી નાસી છુટ્યો હતો. GJ 1 RX 9972 નંબરની સફેદ કલરની ઇનોવાની આગળ એમએલએ ગુજરાત (MLA Gujarat) લખેલું હોવાનું પણ સામે આવ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવાનો ડુચો થઇ ગયો હતો. ઘટના અંગે પોલીસે હીટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. પ્રાથમિક તપાસમાં ગાડી કોંગ્રેસી શૈલેષ પરમારની હોવાનું સામે આવ્યું છે. જો કે શૈલેષ પરમારનો સંપર્ક કરતા તેમણે ગાડી પોતાનું હોવાનું સ્વિકાર્યું હતું. જો કે સાથે સાથે તે ગાડીમાં પોતે નહી હોવા અને ગાડી ડ્રાઇવર ચલાવી રહ્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું.

જેમાં માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી પ્રફુલભાઇનું મોત નિપજ્યું હતુ. ઘટનાની જાણ થતા ટ્રાફિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી.ખાંભલા સ્ટાફ સાથે આવી પહોંચ્યા હતા અને પ્રફુલભાઇનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ અંગે પોલીસે નાસી છૂટેલા ઈનોવાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી. ઘટના અંગે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે, હું દિલગીર છું. મારો ડ્રાઈવર કાર લઈને નીકળ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

ઈસનપુરના ગોવિંદવાડી ભગવાનનગરના ટેકરા પાસે કારચાલકે ફૂટપાથ સૂઈ રહેલા 3 શ્રમજીવીઓ પર કાર ચઢાવી દીધી હતી. લાલ કલરની કાર ટક્કર માર્યા બાદ ચાલક ફરાર થઈ ગયો હતો. ત્રણેય શ્રમિકોને ગંભીર ઈજાઓ થતાં એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આસપાસમાં સીસીટીવીની પણ તપાસ હાથ ધરી છે. જો કે હજુ સુધી કઈ કાર હતી તે સ્પષ્ટ થયું નથી. પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 દિવસમાં અકસ્માતની ઘટનાઓમાં કુલ 3 લોકોનાં મોત નીપજ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *