બાળક દુનિયા જોવે એ પહેલા કોરોના એ બાળકની માતા છીનવી લીધી,જાણો
સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 37 લાખ અને 86 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 7 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે સુરત શહેર માં પણ સતત કોરોના ના કેસો વધી રહ્યા છે. દિવસે ને દિવસે કોરોના ના કેસો વધતા જઇ રહ્યા છે.ત્યારે માંગરોળની કોરોના પોઝિટિવ સગર્ભા અધૂરા માસે બાળકને જન્મ આપી 4 કલાક બાદ મૃત્યુ પામી હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે, પ્રસૂતા પોતાના બાળકનું મોઢું જોયા વગર દુનિયા છોડી દેતાં હોસ્પિટલ સ્ટાફની આંખો ભીંજાઈ ગઈ હતી. બાળક અધૂરા માસે જન્મ્યું હોવાથી ફેફસાંમાં તકલીફ હોવાથી તબીબો તેને બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે. સિવિલના ડો.સુજીત ચૌધરીએ કહ્યુ હતું કે,‘મેં અનેક કેસ જોયા છે પણ આ બાળકની સ્થિતિ જોઇ આંખોમાં આંસુ આવી ગયા હતાં.’
તો સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 132966 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1935 થયો છે. ગત રોજ શહેરમાંથી 1529 અને જિલ્લામાંથી 358 મળી 1887 કોરોનાના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 121531 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.
સુરત શહેર જિલ્લામાં 28 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 10 હજારથી નીચે પહોંચી 9500 નોંધાઈ છે. ગઈ તા. 16 એપ્રિલના રોજ એક્ટિવ કેસની સંખ્યા 9907 નોંધાઈ હતી. ત્યાર બાદ સતત એક્ટિવ કેસની સંખ્યા 10 હજારથી ઉપર નોંધાઈ હતી.