રાજ્યમાં આજે નવા નોંધાયા કોરોના ના 1512 કેસો,તો 14 લોકોના થયા મોત…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ભારત વિશ્વમાં કોરોના ના ની સંખ્યા માં બીજા નંબરે પહોંચી ગયું છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 95 લાખ અને 07 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 2 લાખ ને 12 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1512 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 ના કુલ કેસોની સંખ્યા વધીને 2,12,769એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 14 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4018એ પહોંચ્યો છે. જ્યારે 1570 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 91.15 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 69,186 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,અમદાવાદ કોર્પોરેશન 302, સુરત કોર્પોરેશન 204, વડોદરા કોર્પોરેશન 135, રાજકોટ કોર્પોરેશન 108, મહેસાણા 74, સુરત 48, રાજકોટ 45, બનાસકાંઠા 44, ખેડા 42, વડોદરા 41, ગાંધીનગર 38, દાહોદ 35, જામનગર કોર્પોરેશન 33, કચ્છ 28, પાટણ 28, મોરબી 27, ભરૂચ 26, ગાંધીનગર કોર્પોરેશન 24, અમદાવાદ 23, પંચમહાલ 22, અમરેલી 20, નવસારી 18, સાબરકાંઠા 18, નર્મદા 14, ભાવનગર કોર્પોરેશન 13, જામનગર 12, આણંદ 11, જુનાગઢ 11, જુનાગઢ કોર્પોરેશન 11, મહીસાગર 11, અરવલ્લી 10, ગીર સોમનાથ 8, ભાવનગર 5, સુરેન્દ્રનગર 5, વલસાડ 5, બોટાદ 3, છોટા ઉદેપુર 3, દેવભૂમિ દ્વારકા 3, પોરબંદર 2, તાપી 2 કેસ સામે આવ્યા છે.

તો રાજ્યમાં નવા નોંધાયેલા મોત ની વિગત જોઈએ તો,આજે રાજ્યમાં 14 દર્દીના મોત નિપજ્યા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 8 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1, રાજકોટ કોર્પોરેશન 1, સાબરકાંઠા 1, સુરત 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 14 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4018એ પહોંચ્યો છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,93,938 નાગરીકો સાજા થઈ ગયા છે. 4018ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,813 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 93 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,720 સ્ટેબલ છે.

તો વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 111 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 18,248 પર પહોંચી ગયો છે અને વધુ એક મૃત્યુ થતાં મૃત્યુઆંક 224 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 100 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 16,814 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1210 એક્ટિવ કેસ પૈકી 166 દર્દી ઓક્સિજન પર અને 61 દર્દી વેન્ટિલેટર પર છે અને 983 દર્દીની હાલત સ્થિર છે.વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 18,248 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2736, પશ્ચિમ ઝોનમાં 2946, ઉત્તર ઝોનમાં 3705, દક્ષિણ ઝોનમાં 3318, વડોદરા ગ્રામ્યમાં 5507 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

તો રાજકોટમાં આજે બપોર સુધીમાં 37 કેસ નોંધાયા છે. શહેરમાં 24 કલાકમાં 10ના મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 હજારને પાર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 746 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં મંગળવારે 83 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કોરોનાથી 130 દર્દીના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *