ગુજરાત

રાજ્યમાં કોરોના ના કેસો માં સતત વધારો,આજે નોંધાયા નવા 715 કેસો,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 1 કરોડ અને 13 લાખ અને 10 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 2 લાખ ને 76 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે રાજ્યમાં કોરોના વાયરસના 715 કેસો સામે આવ્યા છે. તો 495 દર્દીઓ સાજા થયા છે. આજે કુલ 1,49,640 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 2,68,196 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાની સામે સાજા થવાનો દર 96.95 ટકા છે.

Loading...

તો આજે રાજ્યમાં કોરોના ના નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો,આજે સુરતમાં 196 કેસ, એકનું મોત, અમદાવાદમાં 145 કેસ, એકનું મોત, વડોદરામાં 117, રાજકોટમાં 69, ભાવનગરમાં 20 કેસ, ગાંધીનગરમાં 18, જામનગર – જૂનાગઢમાં 9 – 9 કેસ, ભરૂચમાં 14, કચ્છમાં 13, ખેડામાં 12 કેસ, મહેસાણા – પંચમહાલમાં 12 – 12, આણંદમાં 9 કેસ, મોરબી – પાટણમાં 8 – 8 અને સાબરકાંઠામાં 6 કેસ નોંધાય છે.આ ઉપરાંત બનાસકાંઠામાં 3, નવસારીમાં 3, છોટાઉદેપુરમાં 2, તાપી 2, જામનગરમાં 2, વલસાડમાં 2, દાહોદમાં 1 અને દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો 1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 2 દર્દીઓના થયા મોત થયા છે. તો આજે વધુ 495 દર્દી સાજા થયા છે. અમદાવાદ અને સુરતમાં 1 – 1 દર્દીનાં થયા મોત થયા છે.

સુરત મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 196 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 55,387 થયો છે. ઘણા દિવસો બાદ કોરોનાના કારણે વધુ એક મોત નીપજતાં મૃત્યુઆંક 1138 થયો છે. શહેરમાંથી આજે 102 અને જિલ્લામાંથ 12 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 53,201 થયો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1048 કોરોના એક્ટિવ કેસ છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 59 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 25,311 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 242 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 24,460 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 609 એક્ટિવ કેસ પૈકી 87 દર્દી ઓક્સિજન ઉપર અને 40 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 482 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 25,311 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3760, પશ્ચિમ ઝોનમાં 4185, ઉત્તર ઝોનમાં 4963, દક્ષિણ ઝોનમાં 4628, વડોદરા ગ્રામ્યમાં 7739 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નધાયા છે.

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બપોર સુધીમાં 24 કેસ નોંધાયા છે. શહેરામાં કુલ કેસની સંખ્યા 16748 પર પહોંચી છે.જ્યાં ડેટ ઓડિટ કમિટીના રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે . જ્યારે અલગ અલગ હોસ્પિટલમાં 254 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 51 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *