રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 244 કેસો,તો 1 દર્દીનું થયું અવસાન
સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 1 કરોડ અને 8 લાખ અને 27 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 2 લાખ ને 62 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે ગુજરાતમાં કોરોનાના નવા 244 કેસ સામે આવ્યા છે, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બીજી બાજુ આજે સમગ્ર ગુજરાતમાંથી વધુ 355 દર્દીઓ કોરોના સામેની લડાઈ જીતીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને ઘરે ગયા છે.
તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે અમદાવાદમાં નવા 53 પોઝિટીવ કેસ નોંધાયા છે, જ્યારે એકનું મોતનું મોત થયું છે. વડોદરામાં 75 અને રાજકોટમાં 42, સુરતમાં 32 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 8 કેસ અને જામનગરમાં 6 કેસ, જૂનાગઢમાં 2, મહેસાણામાં 7, કચ્છમાં 5 કેસ, આણંદમાં 4, સાબરકાંઠામાં 3, ખેડામાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 અને અમરેલીમાં 1 કેસ, મોરબી અને મહિસાગરમાં 1 – 1 કેસ નોંધાયો છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં વેક્સિનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જેમાં આજે ગુજરાતમાં 555 કેન્દ્રો પરથી 13, 625 લોકોને કોરોના વેક્સિન અપાઈ છે. આ સાથે જ અત્યાર સુધીમાં 5, 55, 179 લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે.
રાજકોટમાં આજે સાંજ સુધીમાં નવા 35 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 1 દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15455 પર પહોંચી ગઇ છે. હાલ અલગ અલગ હોસ્પિટલમાં 96 દર્દી સારવાર હેઠળ છે. શનિવારે 32 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 52689 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1137 થયો છે. છેલ્લા દસ દિવસથી કોરોનામાં એક પણ મોત ન નોંધાતા શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગને મોટી રાહત થઈ છે. ગત રોજ શહેરમાંથી 61 અને જિલ્લામાંથી 6 મળી શહેર જિલ્લામાંથી 67 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 51292 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 260 થઈ ગઈ છે.