ગુજરાત દેશ સુરત

ગુજરાત ભાજપ અધ્યક્ષ અને દિલ્હીના CM વચ્ચે ટ્વીટર પર ટ્વીટ યુદ્ધ,પાટીલે કેજરીવાલ પર સાધ્યું નિશાન,તો..જુઓ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને પાટીદારો(પાસ)નો સાથ ન મળતાં આપનો ઉદય થયો છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો.ભાજપને 93 બેઠક પર અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે. ત્યારે ભવ્ય વિજય મેળવ્યા બાદ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવી પહોંચ્યા છે.ત્યારે અરવિંદ કેજરીવાલે ભવ્ય રોડ શૉ કર્યો હતો.ત્યારબાદ 22 માસૂમોએ જીવ ગુમાવ્યો તે તક્ષશિલા ખાતે જાહેર સભાને સંબોધી હતી.

Loading...

ત્યારે હવે સુરત મનપાના પરિણામ બાદ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી કેજરીવાલ વચ્ચે ટ્વિટર પર શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયુ છે.ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ડૂલ થવા પર ટ્વિટથી કટાક્ષ કર્યો હતો.

ગુજરાત ભાજપ અધ્યક્ષ પાટીલે કહ્યું હતુ કે, AAPની 3 શહેરમાં 100%, 2 શહેરમાં 90% ડિપોઝિટ ડૂલ થઇ ગઈ છે. ડિપોઝિટ ડૂલ થવાનો જશ્ન મનાવવા કેજરીવાલે રોડ શો કર્યો છે કે શું કેજરીવાલે કહ્યું સુરતમાં 27 સીટ જીત્યા પણ કેજરીવાલે આપની ડિપોઝિટો ડૂલ થઇ તે વાત ન કરી.

તો હવે સીઆર પાટીલના આ ટ્વિટનો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જવાબ આપ્યો હતો. ગુજરાતની જનતા ઉજવણી કરી રહી છે. ગુજરાતમાં દરેક લોકો આપની વાત કરી રહ્યાં છે. આમ આદમીની શક્તિનું અવમૂલ્યન ન કરો.

ત્યાર પછી આમ આદમી પાર્ટી ગુજરાત ના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા એ પણ પાટીલ ના ટ્વીટ નો જવાબ આપ્યો છે.તેમણે ટ્વીટ કરતા કહ્યું કે,આપ ગુજરાતમાં એક નવી,નાનો અને ગરીબ પક્ષ છે. પક્ષની આ પહેલી ચૂંટણી હતી જેમાં 27 બેઠકો જીતી છે.સીઆર પાટિલ જી,તમે એક વાત ના કહી, સુરતમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી (ભ્રષ્ટાચારમાં) ના 7 ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી છે. તે પણ તે શહેરમાં જ્યાં તમે રહો છો.

ઉલ્લેખનીય છે કે,સુરત સભામાં કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં આજે લોકો પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી ઉઠાડીને સરકારી શાળામાં દાખલ કરાવવા લાગ્યા છે. દિલ્હીની ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સરકારી શાળાઓ છે. આ વખતે દિલ્હીની સરકારી શાળાઓનું 98 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતમાં શિક્ષણની તો વાત એક તરફ રહી પરંતુ શાળાઓની સ્થિતી પણ જર્જરિત સ્થિતીમાં છે. આવામાં જરૂરી છે તમે 25 વર્ષથી પલાઠી મારીને બેસી ગયેલી સરકારને ભાન કરાવો કે આ લોકશાહી છે. ઇજારાશાહી નહી. પાંચ વર્ષ જો આપની સરકાર આવશે તો ગુજરાતનો વિકાસ બેવડાઇ જશે.

તક્ષશિલા અગ્નિ કાંડમાં જે પ્રકારે 22 માસૂમ બાળકો સમાયા હતા ત્યારે સમગ્ર શહેર હચમચી ગયો હતો. કોર્પોરેશનની કામગીરીને દેશભરમાં ટીકા થઈ હતી. ફાયર વિભાગ તેમજ જે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન માટે શહેરી વિકાસ અધિકારીએ મંજૂરી આપી હતી જે અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોનો આક્ષેપ છે કે, હજી સુધી તેમણે યોગ્ય ન્યાય મળ્યો નથી. તક્ષશિલા સાથે સમગ્ર શહેર લાગણીથી જોડાયેલું છે અને તેના માટે કોર્પોરેશન ખુલ્લો પડકાર ફેંકવા માટે અરવિંદ કેજરીવાલે તક્ષશીલા કોમ્પ્લેક્ષ ખાતે જાહેર સભાને સંબોધવાનું પસંદ કર્યું છે. જેથી કરીને સ્પષ્ટ અને સીધો સંદેશ સુરત કોર્પોરેશનના સત્તાધીશો સુધી પહોંચે.

પાટીદાર વિસ્તારોની અંદર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં ચૂંટાયા છે. તમામનો આભાર માનવા માટે કેજરીવાલના આજે વિશાળ અને ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલના સ્વાગત માટે રોડ દરમિયાન અલગ અલગ સ્થળ ઉપર પુષ્પવર્ષાથી તેમનું સ્વાગત કરવામાં આવી હતું. વડિલો, મહિલાઓ બાળકો તેમને જોવા માટે રસ્તા ઉપર બંને તરફ ઉમટી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *