દક્ષિણ આફ્રિકા T20 લીગમાં CSKએ આ મોટા સ્ટારને ખરીદ્યો,બનાવી શકે છે કેપ્ટન,જુઓ

આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) ટીમ દ્વારા જોહાનિસબર્ગની ટીમમાં ક્રિકેટ સાઉથ આફ્રિકા ટી20 લીગની પ્રથમ સીઝન માટે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને ‘માર્કી પ્લેયર’ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ગત IPL સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમનાર ડુ પ્લેસિસ 2011 થી 2021 સુધી CSK ટીમનો ભાગ હતો. CSKને 2016 અને 2017માં સસ્પેન્ડ કરવામાં આવી હતી.

Loading...

આગામી છ ટીમોની લીગ માટે ખેલાડીઓની સીધી ખરીદી માટે બુધવારે છેલ્લી તારીખ હતી. જોહાનિસબર્ગની ટીમે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીને પણ ખરીદ્યો છે. અલી IPLમાં CSK તરફથી રમે છે.

આ સિવાય અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન, દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડા અને ઈંગ્લેન્ડના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન ક્રિકેટ સાઉથ આફ્રિકા T20 લીગની પ્રથમ સિઝનમાં MI કેપટાઉન તરફથી રમતા જોવા મળશે.

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા ડેવાલ્ડ બ્રેવિસ અને ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરાનને પણ MI દ્વારા સીધા જ ખરીદ્યા છે.

CSA T20 લીગની પ્રથમ સિઝન જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023માં રમાશે. તમામ છ ટીમોને વર્તમાન IPL ટીમના માલિકોએ ખરીદી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *