world

ઘોર કળયુગ! WWE માં રેસલર પતિની પત્ની ,વિરોધી ખેલાડીને કરવા લાગી લીપલોપ કિસ, જુઓ વીડિયો

હમણાંમાં જ રૉનો સીઝન પ્રિમિયર એપિસોડ એકદમ રોમાંચર રીતે પૂરો થયો. આ એપિસોડમાં બૉબી લેશ્લેએ વાપસી કરી અને વાપસી કરતાં જ તેમના ફેન્સની સાથે સાથે પોતાના વિરોધી રેસલર રુસેવને પણ ચોંકાવી દીધો.

Loading...

જ્યારે બૉબી લેશ્લેએ WWEમાં એન્ટ્રી કરી તો તેની સાથે રુસેવની પત્ની લાના પણ હાજર હતૂ. આ બંનેને સાથે જોઇને રુસેવ પરેશાન નજરે આવ્યો. રુસેવ અને બૉબી લેશ્લેની વચ્ચે ઘણાં લાંબા સમયથી તકરાર ચાલી રહી છે. તેવામાં તેની પત્નીને દુશ્મનની આટલી નજીક જોઇને તે ગુસ્સે ભરાયો. આ ઉપરાંત તે બાદ લાના રુસેવની સામે જ બૉબી લેશ્લેને સ્ટેજ પર જ કિસ કરવા લાગી.

બૉબી લેશ્લે અને રુસેવની ગણતરી WWEના સુપરસ્ટાર્સમાં થાય છે. તેવામાં આ વિવાદના કારણે આ બંને ખેલાડીઓ વચ્ચે આવનારા સમયમાં દુશ્મની વધશે તેવું લાગી રહ્યું છે.

આ હવે તેમને અંગત મામલો બની ગયો છે, જેના કારણે જ્યારે પણ આ બંને વચ્ચે મુકાબલો થશે તો તે દર્શકો માટે ખૂબ જ રોમાંચક સાબિત થશે. ટૂંક સમયમાં જ આ બંને રેસલર્સને એકબીજાની સામે રિંગમાં ઉતારવામાં આવે તો નવાઇ નહી.

મહિલા રેસલર લાનાની વાત કરીએ તો લાનાએ કિસ કરતાં પહેલા બૉબી લેશ્લે સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરમાં તે બૉબી લેશ્લે સાથે બેડ પર નજરે આવી રહી હતી.

જુઓ વિડીયો

હમણાંમાં જ લાનાનું સ્નેપચેટ એકાઉન્ટ હેક થયું હતુ. જેના કારણે તે ચર્ચામાં આવી હતી. લાનાનાં સ્નેપચેટ એકાઉન્ટ પર કોઇએ અશ્લીલ વીડિયો પર શેર કર્યા હતા. લાના કોઇને કોઇ વિવાદના કારણે મોટાભાગે લાઇમલાઇટમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *