બગસરા નગરપાલિકાની ઘોર બેદરકારી,સ્મશાન ગૃહ ખાતે અંતિમવિધિ માટે લાકડા કે પીવાનું પાણી નથી,લોકોમાં રોષ, જુઓ વીડિયો…

સમગ્ર દેશમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે દેશમાં કોરોના વાયરસ ના કુલ કેસો 2 લાખ 97 હજાર ને પાર પહોંચ્યા છે. ત્યારે તેમાં ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. ત્યારે ગુજરાત માં કોરોના કેસો ની કુલ સંખ્યા 21 હજાર ને પાર પહોંચી છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં કુલ કેસો ની સંખ્યા 20 એ પહોંચી છે. અને જિલ્લામાં કોરોના ના લીધે 2 લોકોના મોત થયા છે. ત્યારે અમરેલી જિલ્લાના બગસરા શહેર માં પણ 1 કોરોના નો કેસ નોંધાયો હતો. ત્યારે બગસરા નગરપાલિકા ની એક ઘોર બેદરકારી સામે આવી છે.

Loading...

મળતી માહિતી પ્રમાણે,અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા સંચાલીત સ્મશાન ગૃહમાં પ્રાથમિક સુવિધા નો અભાવ જોવા મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. ઘટના એવી હતી કે, બગસરા નગરપાલિકા સંચાલિત સાર્વજનિક સ્મશાન ગૃહ ખાતે લુહાર સમાજ અને સતવારા સમાજના વ્યક્તિનું અવસાન થયું હોય અંતિમવિધિ માટે સ્મશાન ગૃહ ખાતે પ્રથમ તો અંતિમવિધિ માટે લાકડાની કોઈ વ્યવસ્થા નથી. તેમજ પીવાનું પાણી નથી ત્યારે બીજી બાજુ સ્મશાન ગૃહ ની અંદર ચારે બાજુ ગંદકીના થર જામેલા હોય આ પરિસ્થિતિ જોઈ ડાઘૂઓ રોષે ભરાયા હતા. તેમજ સ્મશાન ગૃહ માં દારૂ ની કોથળી ઓ જોવા મળી હતી. તો લોકો આ જોઈને રોષે ભરાયા હતા અને લોકોમાં કેટલાક પ્રશ્નો ઉભા થયા હતા. શું ભાજપ શાસિત નગરપાલિકા માં સરખી કામ નથી થતી?, શું આવી રીતે સફાઈ કરીને નગરપાલિકા એ બેસ્ટ સફાઈ નો એવોર્ડ મેળવ્યો હતો?, શું કોરોના ની મહામારી વચ્ચે આવી સફાઈ કેટલી યોગ્ય? લોકોના મન માં ઘણા પ્રશ્નો ઉદ્દભવ્યા હતા.

ત્યારે ઉલ્લેખનીય બાબત એ છે કે બગસરા નગરપાલિકા ને સરકાર તરફથી બેસ્ટ સફાઈ એવોર્ડ મળ્યો છે. પરંતુ સ્મશાન ની હાલત જોતા નગરપાલિકા જે ખર્ચ સ્મશાન હેઠળ કરે છે. તે પ્રમાણે અહીંયા પીવાનું પાણી, સફાઈ અને લાકડા જેવી કોઈ સુવિધા હાલમાં ઉપલબ્ધ ન હોય જેથી કરી સ્મશાન ગૃહમાં આવેલા લોકોનું આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે બગસરા શહેરના સામાજિક કાર્યકર ચિરાગભાઈ પરમાર દ્વારા આગેવાનોને સાથે રાખી આ સાર્વજનિક સ્મશાનમાં જ ધરણા પર બેસવાની ફરજ પડી હતી ત્યારે બગસરા નગરપાલિકા સફાળી જાગતા તાત્કાલિક ધોરણે અધિકારીઓ સ્મશાન ગૃહે પહોંચી ધરણા પર બેઠેલા સામાજિક કાર્યકર ને સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો. બગસરા નગરપાલિકા ના અધિકારી દ્વારા અને ચીફ ઓફિસર દ્વારા ખાતરી અપાતા મામલો થાળે પડ્યો હતો. અને નગરપાલીકા દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તમારા પ્રશ્નો ના ઉકેલ થોડા જ દિવસો માં કરવામાં આવશે. તેવી માહિતી મળી હતી.

જુઓ વીડિયો:-

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના નો આંકડો 21 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે રાજ્યમાં સતત બીજા દિવસે 500 થી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અપડેટ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 513 કેસ નોંધાયા છે. જ્યારે 38 દર્દીના મોત થયા છે તો 366 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યારસુધીમાં રાજ્યમાં સંક્રમણના કુલ 22,067 કેસો નોંધાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1885 પહોંચ્યો છે. આ સાથે જ અત્યારસુધીમાં કુલ 15,113 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

જુઓ વીડિયો:-

રિપોર્ટર…. ઈમ્તિયાઝ સૈયદ

One thought on “બગસરા નગરપાલિકાની ઘોર બેદરકારી,સ્મશાન ગૃહ ખાતે અંતિમવિધિ માટે લાકડા કે પીવાનું પાણી નથી,લોકોમાં રોષ, જુઓ વીડિયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *