આજે રવિવારે રાજ્યમા 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકામાં આજે સવારે સાત કલાકથી ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે અનેક રસપ્રદ તસવીરો સામે આવી રહી છે. ક્યાંક લગ્ન પહેલા વરવધૂ મતદાન કરવા જઇ રહ્યાં છે ત્યારે ક્યાંક સવારથી લોકોની લાંબીને લાંબી લાઇનો જોના મળી રહી છે. ક્યાંક સંતો તો ક્યાંક વૃદ્ધો પણ મતદાન કરવામાં પાછળ નથી રહ્યાં. ત્યારે દેશમાં હાલ પેટ્રોલ ડીઝલના ભાવથી જનતા પરેશાન છે તો ખાતરમાં વધી રહેલા ભાવથી ખેડૂતો પરેશાન છે. ત્યારે વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મતદાન કરતા પહેલા નવતર વિરોધ કર્યો હતો.
આજે નગર પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે સવારથી મતદાન થઈ રહ્યું છે. ત્યારે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ મતદાનના દિવસે પણ અનોખો વિરોધ દર્શાવ્યો હતો. મોંઘવારીનો અનોખો વિરોધ કર્યો હતો. પરેશ ધાનાણી અને તેમના ભાઈ શરદ ધાનાણી ખાતરની થેલી અને ગેસનો બાટલો લઈ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે.સાઈકલ પર બાટલો અને થેલી લઈ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે. બહારપરા મતદાન કેન્દ્ર પરથી મતદાન કર્યું હતું.
અમરેલી શહેરમાં મતદાન કરવા માટે પરેશ ધાનાણી સાયકલ પર સવાર થઈ મતદાન મથક પર પહોંચ્યા હતા.આ સમયે સાયકલના કેરિયરમાં ખાતરની એક બેગ પણ સાથે રાખી હતી. ધાનાણીની સાથે અન્ય એક મતદાર પોતાની સાચકલ પાછળ એલપીજી સિલિન્ડર લઈ મતદાન મથક પર પહોંચ્યા હતા.
અમરેલી શહેરના રસ્તા પરથી નેતા વિપક્ષ સાયકલ પર ખાતરની બેગ રાખી પસાર થતા શહેરીજનો આશ્ચર્યમાં મુકાયા હતા.મતદાનના દિવસે સરકાર સામે પ્રહારો કર્યા હતા. સરકારને મોંઘવારી સહિતના મુદ્દે આડેહાથ લીધી હતી. કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જુઓ વીડિયો:-