ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વધુ એક અરજી…

ધર્મની આડમાં લોકો સાથે ઠગાઈ કરતા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા સામે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વધુ એક અરજી છેતરપિંડી કર્યા અંગેની થઈ છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરીને સરકારી નોકરી અપાવવાની વાત કરી બાધાઓ અપાવી અને રૂપિયા બે લાખ ઢબુડી માતાના નામે ધનજી ઓડે પડાવી લીધા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Loading...

ઢબુડી માતા તરીકે જાણીતા મૂળ રૂપાલના ધનજી ઓડના અનેક વીડિયોમાં પૈસા નહિ લેવાતા હોવાનો ભલે દાવો કર્યો હોય પણ અમદાવાદના ઘાટલોડિયાની મહિલાએ પોતાની દીકરીની સરકારી નોકરી અપાવવાની બાહેધરી આપી બે લાખ રૂપિયાની ઠગાઇ ધનજી ઓડે કરી હોવાની અરજી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરી છે. અને મહિલાનો આક્ષેપ છે કે ધનજી ઓડ માથા પર સાડી નાખીને ઢબુડી માતાના ઢોંગ કરતો અને લોકોને બેખોફ ઠગી લેતો હતો.

નોકરી અપાવવાની વાત કરીને ધનજી ઉર્ફે ઢબુડી માતાને બે લાખ રૂપિયા ધરાવ્યાતો ખરા પણ, રૂપિયા લીધા બાદ પણ લાંબા સમય સુધી ઘાટલોડિયામાં રહેતાપરિવારનું કામ ન થતા આખરે ઢબુડીના ધતિંગો પડદો તેમના આંખ સામેથી હટી ગયો અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ઢબુડીમાં પર ઠગાઇની અરજી કરી છે.

છેલ્લા ઘણા વર્ષોથી ધનજી ઓડ રૂપાલમાં ઢબુડી માતા તરીકે પોતાને પ્રસ્થાપિત કરીને બેઠો છે અને લોકોને ક્યાંકને ક્યાંક પોતાની ભ્રમજાળમાં ફસાવીને રાખ્યા છે. ચોકલેટ અને ચવાણા આપીને લોકોનું કેન્સર મટાડવુંની સંતાનને સંતાન પ્રાપ્તિ કરાવી બેરોજગારને ધંધો અપાવો ધંધાર્થીઓને પ્રગતિ કરાવી અને સરકારી નોકરીઓ આપવા સુધીની ગેરંટી ઢબુડીમાતા આપે છે. પરંતુ આ તમામ મૌખિક ગેરંટીની સામે ઢબુડી માતા અને તેના સેવકો જે શ્રદ્ધાળુઓની ભીડમાં દલાલ બનીને ઢબુડી માતાને લાખ રૂપિયાનો ભોગ ધરાવવાની વાત કરે છે અને તેના બદલામાં ઢબુડીમાં તેમનું કામ કરી દેશે તેવી ખાતરી આપે છે.

ઘાટલોડિયાના એક પરિવાર સાથે પણ કંઈક આવું જ થયું હતું. ઢબુડીમાની આસપાસ બેઠેલા લાખો શ્રદ્ધાળુઓને અને તેમના મોઢેથી બોલાતી વાતોને સાંભળીને તે પણ ભ્રમમાં આવી ગયા હતા. અને સરકારી નોકરી મેળવવા માટે ઢબુડી માતાના સેવક ઉર્ફે એજન્ટના કહેવા પર બે લાખ રૂપિયાનો ચેક આપી દીધો હતો. પણ પરિણામ રૂપે પરિવારને માત્ર દગો મળ્યો હતો.

રવિવાર ભરવા જતા હતા ત્યારે પોહચ માંગતા ઢબુડી માતા પાસે બેસતા મિસ્ત્રી નામના વ્યક્તિએ પોહચ આપી હતી. ઢબુડી માતાને ઘરે પધરામણી કરવા માટે કહેતા હતા પરંતુ 5 મે સુધી આવ્યા ન હતા. છેવટે ઢબુડી માતાનો નંબર લઈ વાત કરી હતી તો ધનજીએ મિસ્ત્રીભાઈનો સંપર્ક કરવા કહ્યું હતું. મિસ્ત્રી નામની વ્યક્તિએ પણ કોઈ જવાબ આપ્યો ન હતો. 11 રવિવારનો જગ્યાએ 23 રવિવાર ભરવા છતાં કોઈ સરકારી નોકરી મળી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *