પાટીદાર સમાજ પણ પોતાનું અલગ બંધારણ બનાવશે : દિલીપ સાબવા

દાંતીવાડાના 12 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે પોતાનું અલગ બંધારણ બનાવી અનેક નિયમો બનાવવાની જાહેરાત બાદ રાજ્યભરના સમાજમાં તેના પડઘા પડી રહ્યા છે. ઠાકોર સમાજના આ ફરમાનને અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોરે પણ સમર્થન આપ્યા બાદ વિવાદ વધુ વકર્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા દિલીપ સાબવાએ પણ ઠાકોર સમાજના ફરમાનને સમર્થન આપી જણાવ્યું કે, પાટીદાર સમાજ પણ પોતાનું બંધારણ બનાવશે.

Loading...

પ્રાપ્ત માહિતી અનુસાર, દાંતીવાડાના 12 ગામના ઠાકોર સમાજે કેટલાક તઘલખી નિયમો બનાવ્યા છે. દેસનું બંધારણ હોવા છતા પોતાનું અલગ બંધારણ જાહેરાત કરતા વિવાદ વકર્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા દિલીપ સાબવાએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, તેમણે કહ્યુંકે, પાટીદાર સમાજ પણ પોતાનું અલગ બંધારણ બનાવશે. અને દીકરીઓ જે રોમીયો સાથે ભાગી જઈ લગ્ન કરે છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

દિલીપ સાબવાએ કહ્યું કે, અમે ઠાકોર સમાજનના પરમાનને ખુલ્લુ સમર્થન આપીએ છીએ. ટુંક સમયમાં પાટીદાર સમાજ પણ ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે પોતાનું અલગથી બંધારણ બનાવશે. દરેક સમાજને પોતાનું બંધારણ બનાવવાનો અધિકાર હોય છે. અમે 4 વર્ષ અનામત આંદોલન ચલાવ્યું છે, જોયું છે દીકરીઓને વધારે પડતી છૂટ આપવામાં આવી છે, રોમીયો સાથે પ્રેમ લગ્ન કરી ભાગી જાય છે, અને પછી દુખી થાય છે. દીકરી ઘરેથી વિદાય લેવી જોઈએ.

દિલીપ સાબવાએ કહ્યું કે, પાટીદારના બંધારણમાં દેખા દેખીમાં લગ્નમાં ખોટા ખર્ચ કરવા, દીકરી ઘરેથી જ વિદાય લે. જેવા મુદ્દાનો સમાવેશ કરવામાં આવશે. પાટીદાર સમાજ પણ ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે યુવાનોને જોડશે.

ઉલ્લેખનીય છે કે, દાંતીવાડાના 12 ગામના ઠાકોર સમાજે નિયમ બનાવ્યા તેને અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર જેવા રાજકારણીઓએ પણ ખુલ્લુ સમર્થન આપ્યું. ત્યારબાદ કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજ શેખાવતે પણ ઠાકોર સમાજનના ફરમાનને સમર્થન આપી કહ્યું કે, રાજપુત સમાજની દીકરીઓને પણ આંતરજ્ઞાતિય લગ્ન નહીં કરવા દઈએ.

દાંતીવાડાના 12 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે શું નિયમો બનાવ્યા :-

દાંતીવાડાના જેગોલમાં રવિવારે ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક કાયદાઓ બનાવવામાં આવ્યાં હતાં.તમામ પ્રસંગોમાં ડીજે અને ફટાકડા બંધ કરવા. સામાજિક વ્યવહારોમાં ઓઢામણી, વાસણ પ્રથા બંધ કરી રોકડ વ્યવહાર કરવા. મરણ વખતે કફન નજીકના સગા લાવે બીજા કોઈ લાવે નહીં.વરઘોડા બંધ છે અને બહારથી જાન આવે તો તેના વરઘોડા કરવા નહીં.જે ઘરમાં ભાઈ ભાઈમાં વિખવાદ હોય ત્યાં જ્યાં સુધી રાજીપો ન થાય ત્યાં સુધી પરિવારજનોએ પ્રસંગમાં જવું નહીં. ક્ષત્રિય સમાજે કુંવારી છોકરીઓને મોબાઇલ આપવો નહિ અને જો મોબાઇલ પકડાશે તો તેની જવાબદારી તેના માતા પિતાની રહેશે. જે કોઈ છોકરી સમાજને નીચું જોવા જેવું કૃત્ય કરશે તો માતા-પિતાને બંધારણ મુજબ દોઢ લાખ જ્યારે છોકરાના માતા-પિતાને બે લાખ ચૂકવવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *