Bollywood

દિશા પટણી તેની લક્ઝરી કાર મૂકીને જોવા મળી રિક્ષામાં માસ્ક પહેરીને,જુઓ ફોટા

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી હંમેશા તેની બોલ્ડ એક્ટિંગના કારણે સમાચારોમાં રહે છે. ટાઇગર શ્રોફ સાથે તેની ફિટનેસ અને રિલેશનશિપના સમાચારો દ્વારા દિશા પણ ઘણી બધી હેડલાઇન્સને આકર્ષિત કરે છે. તાજેતરમાં દિશા પટણી વર્સોવામાં જોવા મળી હતી, જ્યાં તે તેની એક જાહેરાત માટે શૂટિંગ કરી રહી હતી. શૂટિંગ પૂર્ણ થયા બાદ દિશા બહાર આવી ત્યારે તેણી પોતાની લક્ઝરી કાર મૂકીને રીક્ષામાં બેસી ગઈ. વર્સોવામાં તેની એડનું શૂટિંગ પૂરું કર્યા પછી જ દિશાએ રિક્ષા લીધી કે તરત જ ફોટોગ્રાફરોએ તેના ફોટા પાડયા.

Loading...

આ દરમિયાન દિશા બ્લેક ક્રોપ ટોપ, બ્લેક જોગર્સ અને વ્હાઇટ શૂઝમાં જોવા મળી હતી. ઉપરાંત, તે કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરેલી જોવા મળી હતી. એડનું શૂટિંગ પૂરું કર્યા પછી દિશાએ રિક્ષા પકડી અને પાછી ફરી. જોકે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ સેલિબ્રિટી રિક્ષામાં જોવા મળી હોય. અગાઉ પણ ઘણા સેલેબ્સ રિક્ષામાં સવાર જોવા મળ્યા છે. તાજેતરમાં સની લિયોન પણ રિક્ષામાં મુસાફરી કરતી જોવા મળી હતી.

તાજેતરમાં દિશા પટણી તેની અંગત જિંદગીને કારણે ચર્ચામાં હતી. અભિનેત્રી માલદીવમાં તેના રૂમમેટ બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે નવા વર્ષની ઉજવણી માટે પહોંચી હતી. જ્યાંથી તેણે પોતાની બોલ્ડ તસવીરો પણ શેર કરી હતી. જો કે દિશા કે ટાઇગરે એક સાથે પોતાનો કોઈ ફોટો શેર કર્યો નથી. આ અગાઉ પણ બંને એક સાથે માલદિવ પહોંચ્યા હતા. વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો દિશા ‘રાધેય: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં સલમાન ખાનની સાથે જોવા મળશે. આ ફિલ્મમાં જેકી શ્રોફ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

જુઓ અહીંયા ક્લિક કરીને ફોટા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *