દેશ

દેશમાં અનેક જગ્યાઓ પર દૈનિક ભાસ્કરની ઓફિસો પર IT ની રેડ,જાણો

આવકવેરા વિભાગે ગુરુવારે જુદા જુદા શહેરોમાં મીડિયા ગ્રુપ દૈનિક ભાસ્કરની ઓફિસોમાં રેડ પાડી છે. આ રેડ કથિત કરચોરીના સંદર્ભમાં કરવામાં આવ્યા છે.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આ રેડ ભોપાલ, જયપુર અને અમદાવાદ સહિત દેશના અન્ય કેટલાક સ્થળોએ કરવામાં આવ્યા છે.

Loading...

આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, મોટાભાગના રાજ્યોમાં કાર્યરત આ રેડમાં હિન્દી મીડિયાના મોટા જૂથોના પ્રમોટરો પણ સામેલ હતા.

કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહે ટ્વિટર પર કહ્યું છે કે રાજ્યના પાટનગર ભોપાલમાં પ્રેસ કોમ્પ્લેક્સ ખાતેની ઓફિસ સહિત ગ્રૂપના અડધો ડઝન પરિસરમાં કર અધિકારીઓ “હાજર” છે.

આરજેડીના રાજ્યસભાના સાંસદ મનોજ ઝાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે મીડિયા પર રેડ પડવાની સંભાવના છે.

તમને જણાવી દઈએ કે કોરોનાની બીજી લહેર દરમિયાન દેશની સામે સરકારના અણઘડ આયોજનની વાસ્તવિક તસવીર બતાવનાર દેશના અગ્રણી મીડિયા ભાસ્કર ગ્રુપની અનેક ઓફિસો પર ગુરુવારે સવારે આવકવેરા વિભાગે રેડ પાડી છે. વિભાગની ટીમો દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સ્થિત ઓફિસો પર પહોંચી ગઈ છે અને કાર્યવાહી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *