દિલ્હી આવી રહેલ સ્પાઈસ જેટના વિમાનના એન્જિનમાં હવામાં લાગી આગ,પટનામાં ઈમરજન્સી લેન્ડિંગ,જુઓ વીડિયો

શનિવારે પટનાથી દિલ્હી જઈ રહેલા સ્પાઈસ જેટના એન્જિનમાં આગ લાગતા પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પાઈલટ અને એરક્રુની સમજણથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફની થોડી મિનિટો બાદ પક્ષી સાથે અથડાવાને કારણે 191 મુસાફરો અને ક્રૂથી ભરેલા સ્પાઇસજેટ એરક્રાફ્ટ 737-800 એરક્રાફ્ટના ડાબા એન્જિનમાં આગ લાગી ગઈ હતી.

Loading...

સ્થાનિક લોકો દ્વારા આગની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને પટના એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. એવિએશન રેગ્યુલેટરના જણાવ્યા અનુસાર પક્ષીની અથડામણના પરિણામે એન્જિનમાં આગ લાગી હતી, જે બાદમાં પ્રક્રિયા મુજબ બંધ કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

ઘટનાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલા પટનાના ડીએમ ચંદ્રશેખર સિંહે જણાવ્યું હતું કે, “પ્લેનમાં આગ લાગવા અંગે સ્થાનિક લોકો દ્વારા જિલ્લા અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી. હાલમાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા છે. વિમાનના ઈમરજન્સી લેન્ડિંગનું કારણ ટેકનિકલ ખામી છે. એન્જિનિયરોની ટીમ વધુ વિશ્લેષણ કરી રહી છે.

અહીં, ‘પેસેન્જર્સ ફર્સ્ટ પર્સન એકાઉન્ટ’ કહે છે કે પાઇલોટ્સ તેમને ખાતરી આપતા રહ્યા પરંતુ આ બધું થયું એટલે કે 10 મિનિટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.

આ પ્લેનમાંથી ઉતરેલા મુસાફરોએ જણાવ્યું કે ટેકઓફ દરમિયાન પ્લેનમાં જ કેટલાક અલગ-અલગ પ્રકારના અવાજ આવવા લાગ્યા હતા. ટેકઓફ દરમિયાન એવું લાગતું હતું કે પ્લેન ટેકઓફ કરવાને બદલે રનવેના છેડે બનેલી દિવાલ સાથે સીધું ટકરાઈ ન જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *