વરસાદ

હવામાન વિભાગે કરી આગાહી,સમગ્ર રાજ્યમાં પાંચ દિવસમાં પડશે મધ્યમ થી ભારે વરસાદ…

ગુજરાતમાં એકબાજુ કોરોના વાયરસ નો કહેર યથાવત છે.તો બીજીબાજુ રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.ત્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કેન્દ્ર શાસિત પ્રદેશ, દાદરાનગર હવેલી અને દમણમાં 29 અને 30 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારમાં પણ કેટલાક સ્થળે હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. આસામ અને મેઘાલયમાં પણ કેટલાક સ્થળે વરસાદ થઈ શકે છે. હવામાન અનુસાર, આગામી 5 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આગાહી અનુસાર, આગામી 29 જૂને નવસારી, ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદ સહિતમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

Loading...

આગાહી ને જોતા રાજ્યમાં 30 જૂનના રોજ અમદાવાદ, આણંદ, મહીસાગર સહિતમાં સામાન્ય વરસાદની આગાહી છે. આજે પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ગઈકાલથી છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 7 શહેરોમાં મેઘમહેર થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં. 24 કલાકમાં તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સોનગઢ, વ્યારા, ઉચ્છલ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો છેછેલ્લા 24 કલાકમાં રાજ્યના 6 જિલ્લામાં સૌથી વધુ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બોટાદ જિલ્લામાં સૌથી વધુ 35 મિમિ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સુરેન્દ્રનગરના લીંમડીમાં 32 મિમિ અને ચૂડામાં 28 મિમિ વરસાદ પડ્યો હતો. જ્યારે અમરેલીના લીલીયામાં 22 મિમિ, ભરૂચના હાંસોટમાં 19 મી.મી અમદાવાદના સાંણદમાં 13 મિમિ વરસાદ નોંધાયો હતો. રાજ્યના બાકીના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. જેમ કે, ડાંગમાં 4 મિમિ, વલસાડમાં 3 મિમિ, ગાંધીનગરમાં 2 મિમિ, તાપીમાં 2 મિમિ અને ભાવનગરમાં 1 મિમિ જેટલો વરસાદ પડ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લાના સાણંદમાં 13 મિમિ વરસાદ, ભરૂચના હાંસોટમાં 19 મિમિ વરસાદ, ડાંગના સુબિરમાં 4 મિમિ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડના કપરાડા, વાપી, ગાંધીનગરના કલોલ, અમદાવાદના ધોળકા, ભરૂચના અંકલેશ્વર, તાપીના કુકરમૂડા, ભાવનગરમાં પણ હળવો વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *