ન્યૂઝીલેન્ડ T20 સિરીઝ બાદ સૂર્યકુમાર યાદવ માટે આવ્યા સારા સમાચાર,હાર્દિકને પણ થયો ફાયદો,જુઓ

ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ બાદ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ માટે સારા સમાચાર છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની તાજેતરની T20 રેન્કિંગમાં ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ વિશ્વનો નંબર-1 બેટ્સમેન યથાવત છે. સૂર્યકુમાર યાદવે પોતાનું ટોચનું બેટ્સમેનનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી20 બેટ્સમેનોની રેન્કિંગમાં 50માં સ્થાને પહોંચી ગયો છે.

Loading...

સૂર્યકુમાર યાદવે ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં અણનમ 111 રન ફટકારીને રેન્કિંગમાં નંબર-1 પર પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. સૂર્યકુમાર યાદવે ત્રણ મેચની શ્રેણીમાંથી 31 રેટિંગ પોઈન્ટ્સ મેળવ્યા છે. 890 રેટિંગ પોઈન્ટ સાથે તે બીજા ક્રમે રહેલા પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન કરતા 54 રેટિંગ પોઈન્ટ આગળ છે.

ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કરનાર હાર્દિકે શ્રેણીની છેલ્લી મેચમાં અણનમ 30 રન બનાવ્યા બાદ બેટ્સમેનોમાં સંયુક્ત 50માં સ્થાને પહોંચી ગયો હતો. બોલરોની યાદીમાં અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર બે સ્થાન આગળ વધીને 11મા સ્થાને જ્યારે ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ એક સ્થાન આગળ વધીને 21મા સ્થાને પહોંચી ગયો છે.

સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ આઠ સ્થાનની છલાંગ લગાવીને 40મા સ્થાને પહોંચી ગયો છે. ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી વનડેમાં બેટ્સમેનોની રેન્કિંગમાં છઠ્ઠા સ્થાન સાથે ટોચના ભારતીય છે. કેપ્ટન રોહિત શર્મા આઠમા સ્થાને યથાવત છે. ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહ બોલરોની યાદીમાં 11મા સ્થાને છે.

ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડે ઈંગ્લેન્ડ સામેની હોમ સીરીઝમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે 269 રનની શાનદાર ભાગીદારી બાદ બેટ્સમેનોની રેન્કિંગમાં સુધારો કર્યો છે. ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણાની શ્રેણીમાં જોરદાર પ્રદર્શન કરનાર સ્ટીવ સ્મિથ પણ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ સાતમા રેન્કિંગની બરાબરી કરવામાં સફળ રહ્યો હતો.

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં 106 રન બનાવનાર વોર્નર એક સ્થાન આગળ વધીને પાંચમા સ્થાને છે, જ્યારે હેડ, જેણે તેમાં 152 રન બનાવ્યા છે તે 12 સ્થાન આગળ વધીને 30મા સ્થાને છે. બોલરોની યાદીમાં મિચેલ સ્ટાર્ક ચોથા સ્થાને જ્યારે એડમ ઝમ્પા સાતમા સ્થાને પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *