ગુજરાત સુરત

કોરોનાની ત્રીજી લહેર આવે એ પહેલાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી કરશે આ મોટું કામ,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 06 લાખ અને 65 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 6 લાખ અને 33 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાત માં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવેલ આમ આદમી પાર્ટી ગુજરાત ના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા એ આજે એક મહત્વની જાહેરાત કરી છે.

Loading...

ત્યારે જો બીજો વેવ આટલી ઘાતક અને જીવલેણ હોય તો ત્રીજા વેવની કલ્પના જ ડરામણી છે ત્યારે આવા સંજોગોમાં કોરોના મહામારીથી કાયમી મુક્તિ મેળવવાનો એકમાત્ર અને અસરકાર રસ્તો અસરકારક રસીકરણ છે. આમ આદમી પાર્ટી સઘન રસીકરણ અભિયાન ઉપર ભાર મૂકીને વહેલી તકે આ અભિયાનના ભાગ રૂપે ગુજરાતમાં રસીકરણ ઝુંબેશ ઉપાડવામાં આવે તેવી માગણી કરી છે.

ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા એ જણાવ્યું હતું કે, રસીકરણને લઈને હાલમાં જે સરકારી કામગીરી થઇ રહી છે તેમાં મહદઅંશે આયોજનનો અભાવ અને અપૂરતું સંકલન જોવા મળી રહ્યું છે, આ સિવાય રજીસ્ટ્રેશન પ્રક્રિયાનાં કારણે રસીકરણ વ્યવસ્થા જટિલ અને વિલંબિત બની રહી છે. આ મહામારીના સમયે આમ આદમી પાર્ટી કોઈ રાજકારણ કે ટીકા-ટીપણી કરવા માંગતી નથી પરંતુ ગુજરાતમાં 100 ટકા રસીકરણ થાય તે માટે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મહેનત કરવા અતિ ઉત્સુક છે.

તો વધુમાં કહ્યું કે,રસીકરણને લઈને જનતામાં કેટલીક અફવાઓ અને ગેરસમજણો પણ ફેલાયેલ છે જેને દુર કરવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જનજાગૃતિ માટે “રસીકરણ જાગૃતિ અભિયાન” શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન સોશિયલ મીડિયા અને ઉપલબ્ધ ડીજીટલ માધ્યમોનાં ઉપયોગથી રસી અંગે પ્રાથમિક જાણકારી અને રસીકરણનાં ફાયદાઓ અંગે જનજાગૃતિ ફેલાવવાનું કામ કરશે. સાથે સાથે શક્ય હોય ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જનસંપર્ક કરીને લોકોને જાગૃત કરશે, નજીકમાં ઉપલબ્ધ રસીકરણ કેન્દ્રોની માહિતી આપશે, લોકોનું રસી મુકવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી આપશે અને નજીકના કેન્દ્રો પર એપોઇન્ટમેન્ટ મેળવી આપશે.

તો સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 122394 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1821 થયો છે. ગત રોજ શહેરમાંથી 2165 અને જિલ્લામાંથી 418 મળી શહેર જિલ્લામાંથી 2583 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 1 લાખને પાર કરી 102207 થઈ ગઈ છે.

જુઓ અહીંયા ક્લિક કરીને વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *