ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 1681 કેસો,તો 18 લોકોને ભરખી ગયો કોરોના,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 80 લાખ અને 78 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 5 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1681 કેસ, 18 દર્દીઓનાં મોત અને 4721 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યનો રિકવરી રેટ વધીને 94.79 ટકા પર પહોંચ્યો છે. જ્યારે આજે રાજ્માં 2 લાખ 317 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે અમદાવાદમાં નવા 270 કેસ, 4નાં મોત, વડોદરામાં નવા 327 કેસ, 3નાં મોત, સુરતમાં નવા 217 કેસ, 2નાં મોત, રાજકોટમાં 127 કેસ, જામનગરમાં 65 કેસ, જૂનાગઢમાં 88, ભાવનગરમાં 22, ગાંધીનગરમાં 21 કેસ, પોરબંદરમાં 71, ગીર સોમનાથમાં 45, નવસારીમાં 44 કેસ, ભરૂચમાં 41, આણંદમાં 36, પંચમહાલમાં 34 કેસ, ખેડામાં 33, વલસાડમાં 32, બનાસકાંઠામાં 30 કેસ, કચ્છમાં 30, અમરેલીમાં 28, દ્વારકામાં 22 કેસ, સાબરકાંઠામાં 21, મહેસાણામાં 17, અરવલ્લીમાં 13 કેસ, મહિસાગરમાં 12, પાટણમાં 10, દાહોદમાં 6 કેસ, છોટાઉદેપુર – સુરેન્દ્રનગરમાં 5 – 5 કેસ, નર્મદા – તાપીમાં 4 – 4, મોરબીમાં 1 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંક 8,05,525 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 9833 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને કુલ 7,66,991 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અને હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોનો આંક ઘટીને 32,345 પર પહોંચ્યો છે. જેમાંથી 496 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો 31,849 દર્દીઓની હાલત સ્થિર છે.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 217 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,40,939 પર પહોંચ્યો છે. સરકારી ચોપડે આજે નવા 2 મોત નીપજતા મૃત્યુઆંક 2071 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 218 અને જિલ્લામાંથી 141 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 3326 એક્ટિવ કેસ છે.

સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ગત રોજ શહેરમાં 139 અને જિલ્લામાં 58 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 197 કેસ પોઝિટિવ નોંધાયા હતા.સતત ઘટી રહેલા પોઝિટિવ કેસ અને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારાને પગલે એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો થયો છે. રવિવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3326 નોંધાઈ છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વધુ 345 કેસ સાથે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસ સાથે કુલ આંક 69,031 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી આજે વધુ 3 વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 606 પર પહોંચ્યો છે. આજે વધુ 582 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 61,354 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 7071 એક્ટિવ કેસ પૈકી 212 દર્દી ઓક્સિજન ઉપર અને 141 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 69,031 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9418, પશ્ચિમ ઝોનમાં 11,292, ઉત્તર ઝોનમાં 11,369, દક્ષિણ ઝોનમાં 11,247 વડોદરા ગ્રામ્યમાં 25,669 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને 150 નીચે આવી ગઇ છે. આજે નવા 82 કેસ નોંધાયા છે. શહેરમાં ગઇકાલે રવિવારે 114 કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્યમાં 51 કેસ મળી કુલ 165 કેસ નોંધાયા હતા. શહેરમાં કુલ કેસની સંખ્યા 41987 પર પહોંચી છે અને ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા 14485 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 537 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં સતત બીજા દિવસે પણ કોરોના મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *