વરસાદ

હવામાન વિભાગ ની આગાહી,આવતી 24 કલાક માં સૌરાષ્ટ્ર તેમજ અનેક વિસ્તારોમાં વરસાદ પડશે,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 77 લાખ અને 29 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 1 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે દેશ સહિત ગુજરાતમાં હવે ચોમાસુ એન્ટ્રી કરવાનું છે. આગામી દિવસોમાં કેરળ પહોંચશે.ચોમાસાએ દેશમાં એન્ટ્રી કરી દીધી છે. ખાનગી એજન્સી સ્કાય મેટે રવિવારે જણાવ્યું હતું કે ચોમાસુ કેરળ પહોંચ્યું છે. સામાન્ય રીતે તે 1 જૂને કેરળ પહોંચે છે. પરંતુ, આ વખતે 2 દિવસ પહેલા જ આવી ગયું છે.

Loading...

જો કે હવામાન વિભાગે હજુ ચોમાસાના આગમનની પુષ્ટિ કરી નથી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ વખતે ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચશે.ત્યારે ગુજરાત રાજ્યમાં પ્રવર્તતા દક્ષિણ-પશ્ચિમના ગરમ પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યનાં 11 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રી પાર કરી ગયો છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના સોરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ (IMD)ની આગાહી છે કે આવતીકાલે ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચશે. કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ આમ તો 1 જૂન છે, પરંતુ હવામાન વિભાગે તેની 31 મેએ જ પહોંચવાની આગાહી કરતાં 4 દિવસ પ્લસ-માઈનસ થવાની શક્યતા પણ જણાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *