ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કર્યા કૉંગ્રેસ પર પ્રહાર, કહ્યું કે….

નાગરિકતા સંશોધન બિલ અને CAAના કાયદાના વિરોધ માટે ગઈ કાલે એટલે કે ગુરુવારે અમદાવાદમાં શાહઆલમમાં રેલીબાદ પથ્થરમારો થયો હતો. અને આજે શુક્રવારે વડોદરામાં હાથીખાના વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો.આ અંગે ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ આજે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે આ સમગ્ર ઘટના પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો આરોપ મુક્યો છે. અને કોગ્રેસ દ્વારા જાણીજોઈને કાવતું ઘડ્યું હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.

Loading...

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ કાદયાદનું અર્થઘટન સમગ્ર દેશમાં અને ગુજરાતમાં અલગ અલગ પ્રકારે જે કાયદામાં નથી એવું અર્થઘટન કરીને અમુક ચોક્કસ અને સંપ્રદાયના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ નિંદનીય છે. કોંગ્રેસ ગુજરાત રાજ્યમાં ઉશ્કેરણી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રેસના આગેવાનોના ટ્વીટ ઉપરથી લાગી રહ્યું છે.ગુજરાતની શાંતિ ડોળવાનું પાપ કોંગ્રેસે કર્યું છે. જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ જોતા લાગી રહ્યું છે કે, ઈરાદાપૂર્વક કાવતરું ઘડીને પોલીસ અને પોલીસની ગાડીઓને ટાર્ગેટ કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે.

હું ગુજરાતની જનતાને અને કોંગ્રેસ દ્વારા ઉશ્કેરવામાં આવેલા સમાજને અપિલ કરું છું કે અસામાજિક તત્વો ભળીને કોમ-કોમ વચ્ચે વયમનસ્ય ઊભું કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સંસ્કારી રાજ્ય છે અને ક્યારેય તોફાનોથી કોઈ જાતિ કે સમુહને ફાયદો થવાનો નથી. જ્યાં ઘટના બની હતી ત્યાં કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો કેમ પકડાયા છે. એવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યોહ તો.કોંગ્રેસ કાયદાનું અલગ અર્થઘટન કરીને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. આ કાયદો નાગરિકતા આપવાનો કાયદો કોઈની નાગરિકતા છિનવી લેવાનો કાયદો નથી. માટે ગુજરાતની જનતાને શાંતિ જાળવી રાખવાની અપીલ કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *