રાજયમાં કોરોના નો આંકડો 32 હજાર ને પાર, છેલ્લા 24 કલાકમાં જ નોંધાયા 626 કેસો…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે. આજે કોરોના નો આંકડો દેશમાં 5 લાખ 49 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 32 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 626 કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દીના મોત થયા છે. 440 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંકડો 32,023 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1828 થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 23,248 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 23248 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલમાં 6947 એક્ટિવ કેસ છે, જેમાંથી 63 વેલ્ટીલેટર પર છે અને 6884 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,67, 739 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Loading...

આજે રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 236, સુરતમાં 206, વડોદરામાં 50,પાટણમાં 20, રાજકોટમાં 13, આણંદમાં 11, મહેસાણા, અમરેલીમાં 10-10, સુરેન્દ્રનગરમાં 9, ભરૂચમાં 8, ખેડામાં 7, જામનગર, અરવલ્લીમાં 6-6, ભાવનગરમાં 5, ગીર-સોમનાથ, જૂનાગઢમાં 3-3, ગાંધીનગર, નવસારી, કચ્છમાં 2-2, સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડ, બોટાદમાં 1-1 અને અન્ય રાજ્યના 8 કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 2, સુરતમાં 2, સુરેન્દ્રનગર 2, બનાસકાંઠા 1, રાજકોટ 1, ખેડા 1 અને અમરેલીમાં એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1828 લોકોનાં કોરોનાથી મોત થયા છે.

અમદાવાદ શહેર અને જિલ્લા સહિત સતત સાતમા દિવસે 250થી ઓછા એટલે કે 236 કેસ નોંધાયા છે અને 9 દર્દીના મોત થયા છે. 28 જૂનની સાંજથી 29 જૂનની સાંજસુધીમાં શહેરમાં 222, જ્યારે જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરમાં 150 અને જિલ્લામાં 21 દર્દી મળીને કુલ 171 ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જઅમદાવાદ શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો 20,716 જ્યારે મૃત્યુઆંક 1,436 થયોછે. શહેર-જિલ્લામાં કુલ 15,831 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.શહેરમાં લગભગ બે મહિના પછી છેલ્લા બે દિવસથી કોરોનાના કેસનો આંકડો 200 નીચે જઈ રહ્યો હતો જે આજે ફરી 200ને પાર થયો છે. આ પહેલા 27 જૂને197 અને 28 જૂને 198 કેસ નોંધાયા હતા. 26 જૂને 8 મોત, 27 જૂને 10 મોત, 28 જૂને 13 મોત અને 29 જૂને 9 દર્દીના મોત થયા છે. આમ ચાર દિવસ બાદ મોત ફરી સિંગલ ડિજિટમાં આવ્યા છે.

સુરત શહેરમાં કોરોના સંક્રમણ દિવસને દિવસે વધી રહ્યું છે. શહેરમાં આજે સૌથી વધુ 217 કેસ નોંધાયા છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર થયેલી યાદી મુજબ શહેરમાં આજે 185 અને જિલ્લામાંથી 32 મળીને કુલ શહેરમાં 4530 અને જિલ્લાના કુલ 525 સાથે કુલ પોઝિટિવ 5055 કેસ નોંધાયા છે. આજે કુલ 6 મોત થયા છે. જેથી મૃત્યુઆંક 180 થયો છે. જેમાં શહેરના 165 અને જિલ્લાના 15નો સમાવેશ થાય છે. આજે કુલ 170 અને જિલ્લામાં 15 મળીને કુલ 3098 લોકો કોરોના મુક્ત થયા છે. આજે વરાછા એ અને બી તથા કતારગામ ઝોનમાં આજે એક જ દિવસમાં 106 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની મુશ્કેલી વધી છે.કતારગામ વિસ્તારમાં રહેતા વધુ એક ખાનગી તબીબ સંક્રમિત થયા છે. તેવી જ રીતે નવી સિવિલ કેમ્પસમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ એક નર્સ, કતારગામ વિસ્તારમાં રહેતા અને બીએપીએસ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ તેમજ કતારગામ વિસ્તારમાં રહેતા અને યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ પણ સંક્રમિત થયા છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 50 પોઝિટિવ કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2228 ઉપર પહોંચી ગઇ છે. પાલિકાએ આજે વધુ 3 દર્દીના મૃત્યુ જાહેર કરતા સત્તાવાર મૃત્યુઆંક 53 થયો છે. વડોદરામાં આજે વધુ 54 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 1563 સાજા થયા છે. વડોદરામાં હાલ 612 એક્ટિવ કેસ છે, જે પૈકી 129 ઓક્સિજન ઉપર અને 32 વેન્ટીલેટર પર છે.વડોદરા શહેરમાં આજે લાલબાગ, ચોખંડી, સમા, વાઘોડિયા રોડ, તાંદલજા, ડભોઇ રોડ, ગોત્રી, નાગરવાડા, આજવા રોડ, હરણી, બાજવાડા, ફતેપુરા, વાડી, મદનઝાપા, દિવળીપુરા, ન્યુ VIP રોડ, યાકુતપુરા ગેંડીગેટ, એકતાનગર, અકોટા, માંડવી, ખોડીયારનગર અને નવાબજારમાં કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. વડોદરા ગ્રામ્યમાં પાદરા, સાવલી, ભાયલી રોડ, કરોડિયા, સમિયાલા, ઉંડેરા અને ચાંદોદમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા છે.

આજે અમરેલીમાં એક સાથે 10 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં 1 મહિલા અને 9 પુરૂષનો સમાવેશ થાય છે.અમરેલી જિલ્લામાં કોરોના થી વધુ એક મોત નીપજ્યું છે. જે તારીખ 26 ના અમરેલીની સિવિલમાં દાખલ થયેલ કોરોના પોઝિટિવ દર્દી સાવરકુંડલાના ગોરડકા ગામના ૪૦ વર્ષના સુરતથી આવેલા બટુકભાઈ જેરામભાઈ બલદાણીયા નું મૃત્યુ નિપજતા અમરેલી જિલ્લામાં મૃત્યુઆંક છ થયો છે. આમ અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 80 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં 6 લોકોના મોત, 33 ડિસ્ચાર્જ અને 41 કેસ એક્ટિવ છે. મહત્વનું છે કે ગઈકાલે પણ એક સાથે 10 કેસ પોઝિટિવ નોંધાયા હતા. અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું છે.આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *