ગુજરાત

રાજ્યમાં કોરોના નો આંકડો 2 લાખ 11 હજાર ને પાર, આજે નોંધાયા વધુ નવા 1477 કેસો…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ભારત વિશ્વમાં કોરોના ના ની સંખ્યા માં બીજા નંબરે પહોંચી ગયું છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 94 લાખ અને 77 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 2 લાખ ને 11 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1477 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 ના કુલ કેસોની સંખ્યા વધીને 2,11,257 એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4004 એ પહોંચ્યો છે. જ્યારે 1547 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 91.06 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 68,852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Loading...

તો રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઇએ તો,આજે અમદાવાદ કોર્પોરેશન 311, સુરત કોર્પોરેશન 214, વડોદરા કોર્પોરેશન 140, રાજકોટ કોર્પોરેશન 94, મહેસાણા 67, રાજકોટ 66, સુરત 50, ખેડા 48, વડોદરા 41, ગાંધીનગર 34, ગાંધીનગર કોર્પોરેશન 30, જામનગર કોર્પોરેશન 30, બનાસકાંઠા 29, અમરેલી 28, કચ્છ 23, અમદાવાદ 21, મહીસાગર 21, મોરબી 21, પંચમહાલ 21, સાબરકાંઠા 19, દાહોદ 18, આણંદ 16, જુનાગઢ કોર્પોરેશન 15, ભાવનગર કોર્પોરેશન 14, પાટણ 14, ભરૂચ 13, સુરેન્દ્રનગર 12, નર્મદા 11, અરવલ્લી 7, ગીર સોમનાથ 7, જુનાગઢ 7, જામનગર 6, ભાવનગર 5, છોટા ઉદેપુર 5, નવસારી 5, દેવભૂમિ દ્વારકા 4, તાપી 4, બોટાદ 2, પોરબંદર 2, વલસાડ 2 કેસ સામે આવ્યા છે.

તો રાજ્યમાં નવા નોંધાયેલા મોત ની વિગત જોઇએ તો,આજે રાજ્યમાં 15 દર્દીના મોત નિપજ્યા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 10 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2, અમરેલી 1, પાટણ 1 અને વડોદરા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4004એ પહોંચ્યો છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,92,368 નાગરીકો સાજા થઈ ગયા છે. 4004ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,885 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 81 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,804 સ્ટેબલ છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે કોરોનાના વધુ 110 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 18,137 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 223 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આદે વધુ 88 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 16,714 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1200 એક્ટિવ કેસ પૈકી 158 દર્દી ઓક્સિજન પર અને 62 દર્દી વેન્ટિલેટર પર છે અને 980 દર્દીની હાલત સ્થિર છે.વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 18,137 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2721, પશ્ચિમ ઝોનમાં 2928, ઉત્તર ઝોનમાં 3686, દક્ષિણ ઝોનમાં 3300, વડોદરા ગ્રામ્યમાં 5466 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

તો રાજકોટમાં 24 કલાકમાં 10 દર્દીના મોત થયા છે. જ્યારે બપોર સુધીમાં 40 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 હજાર 967 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 735 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં સોમવારે 78 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *