ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 12,978 કેસો,તો 153 લોકોને ભરખી ગયો કોરોના,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 1 કરોડ અને 95 લાખ ને 57 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 5 લાખ 94 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 12978 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 153 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં દસ હજાર 11146 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઇએ તો,આજે અમદાવાદમાં નવા 4944 કેસ સાથે 27 દર્દીનાં મોત થયા છે. સુરતમાં નવા 1887 કેસ સકાથે 13 દર્દીનાંનાં મોત થયા છે. વડોદરામાં નવા 735 કેસ સાથે 19 દર્દીનાં મોત થયા છે. રાજકોટમાં નવા 528 કેસ સાથે 15 દર્દીનાં મોત થયા છે. જામનગરમાં નવા 707 કેસ સાથે 13 દર્દીનાં મોત, ભાવનગરમાં નવા 658 કેસ સાથે 11 દર્દીનાં મોત, જૂનાગઢમાં નવા 293 કેસ સાથે 9 દર્દીનાં મોત, ગાંધીનગરમાં નવા 315 કેસ, મહેસાણામાં 565, બનાસકાંઠામાં 226, ખેડામાં 174 કેસ, પાટણમાં 173, કચ્છ – મહિસાગરમાં 169-169 કેસ, આણંદમાં 161, સાબરકાંઠામાં 142, નર્મદામાં 121 કેસ, અમરેલીમાં 119, વલસાડમાં 117, પંચમહાલમાં 109 કેસ, ગીરસોમનાથમાં 104, છોટાઉદેપુર-નવસારીમાં 97-97 કેસ, સુરેન્દ્રનગરમાં 92, મોરબીમાં 90, તાપીમાં 89 કેસ, અરવલ્લીમાં 80, દાહોદમાં 67, પોરબંદરમાં 53 કેસ, ભરૂચમાં 44, દ્વારકામાં 30, બોટાદમાં 27 કેસ આવ્યા છે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 7508 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 11146 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 440276 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 146818 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 722 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ રેકોર્ડબ્રેક 884 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 45,821 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 8 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 392 પર પહોંચ્યો છે. આજે વધુ 621 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 37,030 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 8399 એક્ટિવ કેસ પૈકી 557 દર્દી ઓક્સિજન ઉપર અને 356 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 7486 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 45,821 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 6678, પશ્ચિમ ઝોનમાં 7834, ઉત્તર ઝોનમાં 8273, દક્ષિણ ઝોનમાં 7876 વડોદરા ગ્રામ્યમાં 15,124 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 117281 પર પહોંચી ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1785 થયો છે. ગત રોજ શહેરમાંથી 2119 અને જિલ્લામાંથી 475 દર્દીઓ મળી 2594 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 94079 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

રાજકોટમાં 24 કલાકમાં 65 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 69 દર્દીના મોત થયા હતા. જે પૈકી 21 દર્દીના કોરોનામાં મોત થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું હતું. શહેરમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 169 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 34299 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4075 દર્દી સારવાર હેઠળ છે. જયારે 533 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *