ગુજરાત

રાજ્યમાં આજે છેલ્લા 24 કલાક માં નોંધાયા નવા 1310 કેસો,તો 15 લોકોના થયા મોત…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ભારત વિશ્વમાં કોરોના ના ની સંખ્યા માં બીજા નંબરે પહોંચી ગયું છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 63 લાખ અને 99 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 1 લાખ ને 40 હજારને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે 1310 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,40,055એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3478એ પહોંચ્યો છે. જ્યારે 1250 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 85.55 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 56,732 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Loading...

રાજ્યમાં છેલ્લા 24 કલાક માં નવા નોંધાયેલા કેસોની વિગત જોઈએ તો, આજે સુરત કોર્પોરેશન 177, અમદાવાદ કોર્પોરેશન 173, રાજકોટ કોર્પોરેશન 106, સુરત 101, વડોદરા કોર્પોરેશન 87, જામનગર કોર્પોરેશન 64, રાજકોટ 45, વડોદરા 42, મહેસાણા 36, ભરૂચ 32, કચ્છ 31, અમરેલી 28, ગાંધીનગર કોર્પોરેશન 28, પાટણ 27, બનાસકાંઠા 26, અમદાવાદ 25, જામનગર 22, જુનાગઢ કોર્પોરેશન 21, પંચમહાલ 21, સુરેન્દ્રનગર 21, મોરબી 20, ભાવનગર કોર્પોરેશન 18, ગાંધીનગર 17, નર્મદા 14, આણંદ 12, ખેડા 12, મહીસાગર 11, સાબરકાંઠા 11, દેવભૂમિ દ્વારકા 10, ગીર સોમનાથ 10, જુનાગઢ 10, નવસારી 10, ભાવનગર 8, પોરબંદર 7, અરવલ્લી 6, દાહોદ 6, તાપી 5, વલસાડ 5, છોટા ઉદેપુર 3, બોટાદ 2 મળી કુલ 1310 કેસો મળ્યા છે.

તો રાજ્યમાં આજે છેલ્લા 24 કલાક માં નવા નોંધાયેલા મોત ની વિગત જોઈએ તો,અમદાવાદ કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર 1, જામનગર 1, રાજકોટ 1, સુરેન્દ્રનગર 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3478એ પહોંચ્યો છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 119815 નાગરીકો સાજા થઈ ગયા છે. 3478ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,762 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 84 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,678 સ્ટેબલ છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 116 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 12 હજારને પાર કરીને 12,033 ઉપર પહોંચ્યો છે અને આજે વધુ 2 દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 199 થયો છે. વડોદરામાં આજે વધુ 106 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 10,170 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1664 એક્ટિવ કેસ પૈકી 179 દર્દી ઓક્સિજન ઉપર અને 71 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1414 દર્દીની હાલત સ્થિર છે.

રાજકોટમાં 24 કલાકમાં 12 દર્દીના મોત થયા છે. રાજકોટમાં આજે 106 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં 6407 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 987 દર્દી સારવાર હેઠળ છે. બીજી તરફ નવા કેસની સામે ડિસ્ચાર્જની સંખ્યા પણ વધવા લાગતા સિવિલ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા વધી છે, તેમજ સમરસ હોસ્ટેલમાં પણ બેડ ખાલી છે. રાજકોટમાં મૃત્યુદર 1.5 ટકા જેટલો નીચો ગયો છે. ભાવનગર જિલ્લામાં આજે 26 કેસ નોંધાયા છે અને એક દર્દીનું મોત નીપજ્યું છે. શહેરમાં 18 અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 8 કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *