રાજ્યમાં આજે નવા 1009 કેસો સાથે રાજ્યમાં કોરોના નો આંકડો 64 હજાર ને પાર…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે. આજે કોરોના નો આંકડો દેશમાં 18 લાખ 22 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 64 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાતમાં આજે કોરોનાના 1009 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 22 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2509 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,614 એક્ટિવ કેસ છે, જ્યારે 47,561 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમા કુલ સંક્રમિતોની સંખ્યા 64,684 પર પહોંચી છે, જ્યારે 14,614 એક્ટિવ કેસ છે.

Loading...

રાજ્યમાં છેલ્લા 24 કલાક માં નોંધાયા કેસોની વિગત જોઈએ તો,સુરતમાં 260, અમદાવાદમાં 151, વડોદરામાં 98, રાજકોટમાં 85, જામનગરમાં 34, ભાવનગરમાં 47, દાહોદમાં 27, મહેસાણામાં 26, પંચમહાલમાં 22, ખેડામાં 20, અમરેલીમાં 19, ભરૂચમાં 18, ગાંધીનગરમાં 25 કેસ નોંધાયા છે.પાછલા 24 કલાકમાં કચ્છમાં 17, બોટાદમાં 16, સાબરકાંઠામાં 15, મોરબીમાં 14, સુરેન્દ્રનગરમાં 13, જૂનાગઢમાં 21, નવસારીમાં 12, આણંદમાં 11, બનાસકાંઠામાં 10, નર્મદામાં 8, મહીસાગરમાં 7, ગીરસોમનાથમાં 6, દેવભૂમિ દ્વારકામાં 5, પાટણમાં 4, પોરબંદરમાં 4, ડાંગમાં 4, વલસાડમાં 3, તાપીમાં 2 અને અન્ય રાજ્યના 6 મળીને કુલ 1009 કેસ પોઝિવ નોંધાયા છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 6, સુરતમાં 5, ભાવનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, કચછ 1, રાજકોટ 1, વડોદરા કોર્પોરેશન 1 મળી કુલ 22 લોકોના મોત થયા હતા.રાજ્યમાં આજે કુલ 974 દર્દી સાજા થયા હતા અને 19,769 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.  રાજ્યમાં અત્યાર સુધીમાં 8,34,104ટેસ્ટ કરવામાં આવ્યા છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 93 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 4945 પર પહોંચી ગયો છે. વડોદરામાં આજે વધુ 28 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3778 દર્દી રિકવર થયા છે અને વડોદરામાં અત્યારે કુલ 1073 એક્ટિવ કેસ છે. જે પૈકી 155 ઓક્સિજન ઉપર અને 41 વેન્ટીલેટર-બાઈપેપ ઉપર છે અને 877 દર્દીની હાલત સ્થિર છે. વધુ 2 દર્દીના મૃત્યુ જાહેર કરતા સત્તાવાર મૃત્યુઆંક 94 ઉપર પહોંચ્યો છે.

વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના વાઈરસ કાળ બન્યો છે. વડોદરામાં 27 જુલાઇથી 2 ઓગસ્ટ સુધીના 7 દિવસમાં 110 દર્દીની કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવી છે. વડોદરામાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 5 દર્દીના મૃત્યુ થયા છે. તમામની અંતિમ વિધિ સરકારની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *