ગુજરાત

આજે રાજ્યમાં નોંધાયા નવા કોરોના ના 975 કેસો,તો 6 લોકોએ તોડ્યો આજે દમ…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ભારત વિશ્વમાં કોરોના ના ની સંખ્યા માં બીજા નંબરે પહોંચી ગયું છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 83 લાખ અને 16 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 1 લાખ ને 76 હજારને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે રાજ્યમાં કોવિડ-19ના નવા 975 નવા કેસ નોંધાયા હતા. નવેમ્બરની શરૂઆતના બે દિવસ 900થી ઓછા કેસ નોંધાતા રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગતું હતું, પરંતુ છેલ્લા બે દિવસથી 950થી વધારે કેસ આવી રહ્યા છે. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3740 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,398 એક્ટિવ કેસ છે, જ્યારે 1,60,470 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,334લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,76,608 પર પહોંચી છે.

Loading...

રાજ્યમાં આજે છેલ્લા 24 કલાક માં નવા નોંધાયેલા કેસોની વિગત જોઈએ તો,સુરત કોર્પોરેશનમાં 158, અમદાવાદ કોર્પોરેશનમાં 159,  વડોદરા કોર્પોરેશનમાં 72, સુરતમાં 56, રાજકોટ કોર્પોરેશનમાં 52, વડોદરામાં 39, રાજકોટમાં 33, મહેસાણામાં 32, બનાસકાંઠામાં 30, પાટણમાં 25, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, સાબરકાંઠામાં 19, ગાંધીનગર-મોરબી-સુરેન્દ્રનગરમાં 18-18, જામનગર કોર્પોરેશનમાં 16 કેસ નોંધાયા હતા.તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા મોત ની વિગય જોઈએ તો,રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3,  સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 6 લોકોનાં કરૂણ મોત થયા હતા.

રાજ્યમાં આજે કુલ 1022 દર્દી સાજા થયા હતા અને 51,572 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 62,62,122 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.86 ટકા છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,03,927 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,03,184 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 113 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

તો વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 96 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 15,447 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર જિલ્લામાં મૃત્યુઆંક 213 થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ 191 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 14,182 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1052 એક્ટિવ કેસ પૈકી 148 દર્દી ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટિલેટર પર છે અને 847 દર્દીની હાલત સ્થિર છે.વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 15,447 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2359, પશ્ચિમ ઝોનમાં 2529, ઉત્તર ઝોનમાં 3250, દક્ષિણ ઝોનમાં 2851, વડોદરા ગ્રામ્યમાં 4422 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

તો રાજકોટમાં 24 કલાકમાં 2ના મોત થયા છે. જ્યારે 16 કેસ પોઝિટિવ નોંધાયા છે. કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8710 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 396 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં મંગળવારે 61 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. સરદાર પટેલ સહભાગી જળ-સંચય યોજનાના અધ્યક્ષ ભરત બોધરા કોરોના સંક્રમિત થયા છે. પેટા ચૂંટણીમાં તેઓ ભાજપના પ્રચારમાં હતા. હાલ તો ભરત બોઘરાને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *