રાજ્યમાં આજે નોંધાયા નવા 1514 કેસો,તો 15 લોકોના થયા મોત…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ભારત વિશ્વમાં કોરોના ના ની સંખ્યા માં બીજા નંબરે પહોંચી ગયું છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 96 લાખ અને 09 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 2 લાખ ને 17 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1514 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 ના કુલ કેસોની સંખ્યા વધીને 2,17,333 એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4064એ પહોંચ્યો છે. જ્યારે 1535 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર 91.28 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 69,668 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Loading...

તો આજે નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઇએ તો,આજે અમદાવાદ કોર્પોરેશન 296, સુરત કોર્પોરેશન 202, વડોદરા કોર્પોરેશન 137, રાજકોટ કોર્પોરેશન 101, મહેસાણા 73, રાજકોટ 44, સાબરકાકાંઠા 43, વડોદરા 41, સુરત 39, બનાસકાંઠા 37, પાટણ 37, અમદાવાદ 36, ખેડા 31, ગાંધીનગર 30, ગાંધીનગર કોર્પોરેશન 28, પંચમહાલ 28, જામનગર કોર્પોરેશન 27, કચ્છ 25, દાહોદ 24, સુરેન્દ્રનગર 24, ભરૂચ 23, અમરેલી 22, મોરબી 22, આણાંદ 21, જામનગર 17, ભાવનગર કોર્પોરેશન 14, ગીર સોમનાથ 13, જુનાગઢ 13, જુનાગઢ કોર્પોરેશન 13, મહીસાગર 13, દેવભૂમિ દ્વારકા 9, નર્મદા 8, અરવલ્લી 7, ભાવનગર 3, ડાંગ 3, તાપી 3, બોટાદ 2, નવસારી 2, પોરબાંદર 2, છોટા ઉદેપુર 1 કેસ સામે આવ્યા છે.

તો કોરોના ના લીધે આજે નોંધાયેલા મોત ની વિગત જોઈએ તો,છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના 15 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 9 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2, રાજકોટ 2, અરવલ્લી 1, રાજકોટ કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4064એ પહોંચ્યો છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,98,527 નાગરીકો સાજા થઈ ગયા છે. 4049ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,742 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 90 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,652 સ્ટેબલ છે.

તો વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં વધુ 108 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંક 18578 પર પહોંચી ગયો છે અને 1 મોત સાથે મૃત્યુઆંક 226 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં વધુ 121 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 17135 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1217 એક્ટિવ કેસ પૈકી 155 દર્દી ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટિલેટર પર છે અને 1005 દર્દીની હાલત સ્થિર છે.વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 18,578 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2784, પશ્ચિમ ઝોનમાં 2998, ઉત્તર ઝોનમાં 3758, દક્ષિણ ઝોનમાં 3370, વડોદરા ગ્રામ્યમાં 5632 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

તો રાજકોટમાં આજે બપોર સુધીમાં 35 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 6 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 હજાર 300ને પાર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 781 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં શુક્રવારે 82 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજકોટ મનપાની આરોગ્ય ટીમ દ્વારા ઠેર-ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.રાજકોટમાં ફાયર સેફ્ટીના અપુરતા સાધનોને લઈને ફાયર વિભાગે 34 હોસ્પિટલને નોટિસ ફટકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *