આજે રાજ્યમાં સૌથી વધુ 778 નવા કેસો નોંધાયા,કોરોના નો આંકડો 37 હજાર ને પાર..

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે. આજે કોરોના નો આંકડો દેશમાં 7 લાખ 23 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 37 હજાર ને પાર પહોંચી ગયો છે.છેલ્લા 24 કલાકમાં નવા 778 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 37,636 થઈ ગઈ છે. જ્યારે વધુ 17નાં મોત સાથે મૃત્યુઆંક 1979 પર પહોંચ્યો છે. આજે 421 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી 26,744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26744 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 8913 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને 8852 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,25,830 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Loading...

આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 204, અમદાવાદ કોર્પોરેશનમાં 172, વડોદરા કોર્પોરેશનમાં 49, સુરત-45, રાજકોટ કોર્પોરેશન 32, વલસાડ 21, વડોદરા 19, અમદાવાદ 15, મહેસાણા 15,ભરૂચ 15, કચ્છ 14, ગાંધીનગર 13, નવસારી 13, ભાવનગર કોર્પોરેશન 12, બનાસકાંઠા 12, ખેડા 11, સુરેન્દ્રનગર 11, આણંદ 10, ભાવનગર 9, જામનગર કોર્પોરેશન 8, રાજકોટ 8, જૂનાગઢ કોર્પોરેશન 7, મહિસાગર 7, અમરેલી 6, દાહોદ 6,જૂનાગઢ 6, ગાંધીનગર કોર્પોરેશન 5, પાટણ 5, મોરબી 5, અરવલ્લી 4, પંચમહાલ 4, ગીર સોમનાથ 3, તાપી 3, સાબરકાંઠા 2, છોટા ઉદેપુર 2, નર્મદા 1, બોટાદ 1 અને દેવભૂમિ દ્વારકામાં એક કેસ નોંધાયો છે.છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 4, સુરત 2, અરવલ્લી 2, બનાસકાંઠા અને ખેડામાં એક-એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1979 લોકોનાં કોરોનાના કારણે મોત થયા છે.

અમદાવાદ શહેર અને જિલ્લા સહિત સતત 15માં દિવસે 250થી ઓછા અને 7 દિવસમાં પાંચમીવાર 200થી ઓછા 187 કેસ નોંધાયા છે અને 4દર્દીના મોત થયા છે. આ પહેલા 27 એપ્રિલે 5 મોત નોંધાયા હતા. આમ 71 દિવસ બાદ 5થી ઓછા મોત નોંધાયા છે. 6 જુલાઈની સાંજથી 7 જુલાઈની સાંજ સુધીમાં શહેરમાં 172 જ્યારે જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરમાં 110 અને જિલ્લામાં 14 દર્દી મળીને કુલ124 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો 22,262 જ્યારે મૃત્યુઆંક 1,495 થયો છે. તેમજ કુલ 17,193 દર્દી સાજા થઇ ઘરે પરતફર્યા છે.

સુરતના કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તો તેમની તબિયત સ્ટેબલ છે. જોકે, 3 દિવસ પહેલા CMની બેઠકમાં હાજર હતા. જેથી કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 6756 થઈ ગઈ છે. આ સાથે કોરોનાનો અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 259 થઈ ગયો છે. ગત રોજ વધુ 142 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં 4061 પર પહોંચી ગઈ છે.

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે અત્યાર સુધીના સૌથીવધુ 68 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2718 ઉપર પહોંચી છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 426 સેમ્પલમાંથી 68 પોઝિટિવ અને 358 નેગેટિવ આવ્યા છે. વડોદરામાં આજે વધુ 101 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે 1991 કુલ રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 670 એક્ટિવ કેસ છે, જે પૈકી 138 ઓક્સિજન ઉપર અને 36 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે.વડોદરાના આ વિસ્તારોમાં આજે વાઘોડિયા રોડ, વારસીયા, માંજલપુર, ફતેપુરા, અલકાપુરી, પ્રતાપનગર, કિશનવાડી, સમા, દાંડીયાબજાર, કારેલીબાગ, નવાપુરા, વાડી, ગોરવા, ગોત્રી, નાગરવાડા, અને આજવા રોડ વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા છે. જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, સાવલી, કોયલી, નંદેસરી,પોર, કરજણ અને શિનોરમાં કોરોનાના કેસો નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગરનો એક કેસ પણ વડોદરામાં નોંધાયો છે.

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 4 દર્દીના મોત થયા છે. જેમાં રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે 58 વર્ષના પુરુષનું સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે વાઘોડિયા રોડ પર રહેતા 73 વર્ષીય વૃદ્ધ અને વાધોડિયા રિંગ રોડ પર રહેતા 65 વર્ષીય વૃદ્ધનું પણ મોત થયું છે. એન્ય એક વ્યક્તિનું ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે. વડોદરા શહેરમાં 25 એપ્રિલથી 6 જુલાઇ સુધી એકપણ પોઝિટિવ કેસ ન નોંધાતા 74 સોસાયટીઓને રેડ ઝોનમાંથી મુક્ત કરીને ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવી છે. જેમાં શહેરના ઉત્તર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1 મેથી 7 જુલાઈ સુધીમાં એક પણ પોઝિટવ કેસ ન આવતા 47 સોસાયટીઓને રેડ ઝોનમાંથી મુક્ત કરીને ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવી છે. જેમાં ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે આજે રાજકોટ જિલ્લામાં એક સાથે 8લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. જ્યારે એક જ રાતમાં 27 કેસ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. જેમાં એક જ પરિવારના 16 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે જામનગરમાં 7 કેસ અને ગીર સોમનાથમાં 1 એક કેસ પોઝિટિવ આવ્યો છે.હાલ તો આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી છે. દીવમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 9 કેસ નોંધાયા છે. જેમાં 6 SBI બેંકના કર્મચારીઓ છે. તેમજ ભાવનગરમાં આજે વધુ 19 કેસ નોંધાયા છે. અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નાના ભાઇ શરદ ધાનાણીસહિત 10ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે ઉપલેટામાં પણ એક કેસ નોંધાયો છે. બોટાદમાં 33 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અમરેલીમાં કોરોના વિસ્ફોટ થતા એકસાથે 10 કેસ નોંધાયા છે. આથી કુલ કેસની સંખ્યા 116 થઇ છે. આજે નોંધાયેલા 10 કેસમાં કુંકાવાવના મેઘા પીપળીયાના 23 વર્ષનો યુવાન, લાઠીના અકાળાના 48 વર્ષીય પુરૂષ, લાઠીના અકાળા ગામના 50 વર્ષીય પુરૂષ, બાબરાના ગમા પીપળીયા ગામના 37 વર્ષીય પુરૂષ, અમરેલીના ગજેરાપરાના 40 વર્ષીય પુરૂષ, પાંચ તલાવડના 57 વર્ષીય મહિલા, ખાંભાના ધાવડીયાના 66 વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના ડેડકડીના 35 વર્ષના મહિલા અને લીલીયાના ભોરીંગડાના 70 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *