ગુજરાત

રાજ્યમાં આજે કોરોના ના નવા 1101 કેસો નોંધાયા,તો રાજ્યમાં કોરોના નો આંકડો 70 હજાર ને નજીક…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે. આજે કોરોના નો આંકડો દેશમાં 21 લાખ 14 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 70 હજાર ની નજીક પહોંચી ગયો છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1101 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 23 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 69986 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 2629 પર પહોંચ્યો છે. આજે વધુ 1135 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 52827 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

Loading...

આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોપોરેશન 182, અમદાવાદ કોપોરેશન 139, વડોદરા કોપોરેશન 92, રાજકોટ કોપોરેશન 68, સુરત 44, જામનગર કોપોરેશન-41, અમરેલી-33,પંચમહાલ- 31, મહેસાણા 30, ભાવનગર કોપોરેશન -28, દાહોદ -27, ગીર સોમનાથ 26, રાજકોટ 25, કચ્છ 22, સુરેન્દ્રનગર -21, વડોદરા 21, ગાંધીનગર 20, મોરબી 20, અમદાવાદ 19, ભાવનગર-19, પાટણ-19, જુનાગઢ કોપોરેશન -17, વલસાડ -17, જુનાગઢ -15, જામનગર -13, ભરૂચ -11, નર્મદા- 11, ગાંધીનગર કોપોરેશન -10, ખેડા-10, આણંદ-9, બોટાદ -9, મહીસાગર-9, છોટા ઉદેપુર-8, સાબરકાંઠા-8, નવસારી-7, બનાસકાંઠા-5, પોરબંદર -5, દેવભૂમી દ્વારકા-4, અરવલ્લી-3, તાપી-2 અને ડાંગમાં- 1 કેસ નોંધાયો છે.

આરોગ્ય વિભાગ અનુસાર, આજે વધુ 23 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં-6, અમદાવાદ કોર્પોરેશન 5,સુરતમાં 4, જુનાગઢ-2, કચ્છ-2, વડોદરા કોર્પોરેશન-2, અમરેલી-1, અને ગાંધીનગર કોર્પોરેશમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2629 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે.રાજ્યમાં હાલ 14530 એક્ટિવ કેસ છે, જેમાંથી 82 વેલ્ટીલેટર પર છે અને 14448 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 52827 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 9,56,645 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રિકવર રેટ 75.48 ટકા છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે રેકોર્ડ બ્રેક વધુ 109 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 5472 પર પહોંચી ગયો છે અને આજે વધુ 3 મૃત્યુ જાહેર કરતા સત્તાવાર મૃત્યુઆંક 106 થયો છે. વડોદરામાં આજે વધુ 67 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4187 દર્દી રિકવર થયા છે. હાલ 1179 એક્ટિવ કેસ છે, જે પૈકી 164 દર્દી ઓક્સિજન ઉપર અને 60 દર્દી વેન્ટીલેટર ઉપર છે અને 955 દર્દીની હાલત સ્થિર છે.ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમં ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસની કુલ સંખ્યા 1055 ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ 21 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી દૈનિક પોઝિટિવ કેસની સંખ્યા 85થી 96ની વચ્ચે એટલે કે 90ની નજીક જ આવી રહી છે. હજુ ક્યાંય પણ કેસ છૂપા ન રહી જાય તે માટે ટેસ્ટની સંખ્યા પણ વધારીને દૈનિક 1200 ટેસ્ટ કરાયા છે. આજે રાજકોટમાં 44 કેસ પોઝિટિવ નોંધાયા છે. બીજી તરફ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. દરરોજ 7થી 8 લોકોના મોત થઈ રહ્યાં છે. ત્યારે આજે વધુ 11 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. રાજકોટ ગ્રામ્ય, ગીર સોમનાથ અને જામનગર જિલ્લાના દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું છે. 8 દર્દીના સિવિલ હોસ્પિટલમાં અને 3 દર્દીના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. આ સાથે જ ગોંડલમાં વધુ 16 કેસ પોઝિટિવ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *