રાજ્યમાં કોરોના નો આંકડો 71 હજાર ને પાર,છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1078 નવા કેસો…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે. આજે કોરોના નો આંકડો દેશમાં 21 લાખ 67 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 71 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે રાજ્યમાં કોરાનાનાં 1078 કેસ નોંધાયા છે. આવનારા સમયમાં નાગરીકો દ્વારા સોશ્યલ ડિસ્ટર્ન્સ અને માસ્કના નિયમોનો ચૂસ્ત અમલ ન થાય તો આ મહમારીને વધુ ભયાવહ સ્થિતિ તરફ જતા કોઈ જ રોકી નહી શકે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1078 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 71,064એ પહોંચી છે. જ્યારે રાજ્ય વધુ 25 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2654એ પહોંચ્યો છે. જ્યારે 1311 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી છે.

Loading...

રાજ્યમાં આજે સુરત કોપોરેશન 178, અમદાવાદ કોપોરેશન 138, વડોદરા કોપોરેશન 98, રાજકોટ કોપોરેશન 60, જામનગર કોપોરેશન 58, પંચમહાલ 47, સુરત 44, અમરેલી 35, રાજકોટ 35, ગીર સોમનાથ 32, ભરૂચ 28, કચ્છ 25, ભાવનગર કોપોરેશન 24, વલસાડ 21, ગાંધીનગર 20, દાહોદ 18, જુનાગઢ કોપોરેશન 18, સુરેન્દ્રનગર 18, અમદાવાદ 15, વડોદરા 12, ભાવનગર 11, ખેડા 11, મહેસાણા 11, પાટણ 11, બોટાદ 10, નર્મદા 10, સાબરકાંઠા 10, બનાસકાંઠા 9, જુનાગઢ 9, મહીસાગર 9, મોરબી 9, ગાંધીનગર કોપોરેશન 7, પોરબંદર 7, તાપી 7, આણંદ 5, દેવભૂમિ દ્વારકા 5, જામનગર 5, નવસારી 3, અરવલ્લી 2, ડાંગ 2, છોટા ઉદેપુર 1 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં રાજકોટ કોપોરેશન 5, સુરત કોપોરેશન 5, સુરત 4, અમદાવાદ કોપોરેશન 3, કચ્છ 2, વડોદરા કોપોરેશન 2, જુનાગઢ 1, મહેસાણા 1, વડોદરા 1, અન્ય રાજ્ય 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 25 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2654એ પહોંચ્યો છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 54,138 નાગરીકો સાજા થઈ ગયા છે. 2654ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,272 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 73 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,199 સ્ટેબલ છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં એક સમયે કોરાનાના 250થી 300 જેટલા કેસ નોંધાતા હતા. જો કે, થોડા દિવસોથી દૈનિક કેસો 150થી 160ની આસપાસ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 153 કેસ નોંધાયા છે અને 3 દર્દીના મોત થયા છે. જ્યારે 106 દર્દી સાજા થયા છે. જ્યારે શહેરમાં સતત 14માં દિવસે 150થી ઓછા કેસ નોંધાયા છે. શહેરમાં છેલ્લે 26 જુલાઈએ 152 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 150થી ઓછા કેસ આવી રહ્યા છે.આમ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 27,898 કેસ અને 1,633 દર્દીના મોત થયા છે. તેમજ કુલ 22,499 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 15,588 પર પહોંચી ગયો છે. આજ રોજ શહેરના જાણીતા પિડિયાટ્રિશિયન ડો. અશોક કાપ્સેનું કોરોનાથી મોત થયું છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી કુલ 678 લોકોના મોત થયા છે. ગત રોજ શહેર-‌જિલ્લાના 252 દર્દીઓને સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. કુલ સાજા થનારાઓની સંખ્યા 11,709 થઈ ગઈ છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વધુ 108 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 5580 પર પહોંચી ગયો છે અને સત્તાવાર મૃત્યુઆંક 108 થયો છે. આજે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંકલેશ્વરના ભાજપના મહામંત્રી પીન્કેશભાઈ મોદીનું કોરોનાથી મોત થયું છે. આ સાથે વધુ એક યુવતી સહિત 6 દર્દીના મોત થતા આજે 7 દર્દીના મોત થયા છે. વડોદરામાં વધુ 111 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4298 દર્દી રિકવર થયા છે. હાલ 1174 એક્ટિવ કેસ છે, જે પૈકી 143 દર્દી ઓક્સિજન ઉપર અને 48 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 983 દર્દીની હાલત સ્થિર છે.

બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ 322 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી 241 દર્દીઓ રોગમુક્ત થયા છે. 7 દર્દીઓના કોરોનાથી મોત થયા છે અને 72 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જુલાઈ મહિનાથી બોટાદ જિલ્લામાં કોરોનાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિનામાં 154 કેસ સામે ઓગસ્ટ મહિનાના 8 દિવસમાં 74 કેસ નોંધાયા છે. આથી આરોગ્ય વિભાગ પણ ચિંતામાં છે.

રાજકોટ માં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહેલી ઓફલાઈન પરીક્ષામાં એક વિદ્યાર્થિની સહિત 40નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. યુનિવર્સિટીએ પરીક્ષા સમયે કરેલી જાહેરાત મુજબ વિદ્યાર્થિનીના સ્વાસ્થ્ય અંગે કોરાના કવચ માટે રૂ.એક લાખની સહાય મળશે. વિદ્યાર્થિનીને મળતી તમામ સહાય કરવા NSUIના જિલ્લા પ્રમુખે યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી છે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ મોતની સંખ્યા પણ દિવસેને દિવસે વધતી જાય છે. રાજકોટમાં આજે રવિવારે વધુ 11 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. ગોંડલમાં આજે વધુ 8 કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *