ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 13,847 કેસો,તો 172 લોકોને ભરખી ગયો કોરોના,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 1 કરોડ અને 91 લાખ ને 77 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 5 લાખ 81 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના ના નવા 13847 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 172 દર્દીના મોત નીપજ્યા છે.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે અમદાવાદમાં નવા 5060 કેસ સાથે 22નાં દર્દીનાં મોત થયા છે. સુરતમાં નવા 2188 કેસ સાથે 24નાં દર્દીનાં મોત થયા છે. રાજકોટમાં નવા 700 કેસ સાથે 14નાં દર્દીનાં મોત થયા છે. વડોદરામાં નવા 783 કેસ સાથે 17નાં દર્દીનાં મોત થયા છે. ભાવનગરમાં નવા 573 કેસ સાથે 12નાં દર્દીનાં મોત થયા છે. જામનગરમાં નવા 743 કેસ સાથે 16 દર્દીનાં મોત થયા છે. ગાંધીનગરમાં નવા 320 કેસ સાથે 2 દર્દીનાં મોત થયા છે. જૂનાગઢમાં નવા 283 કેસ સાથે 7 દર્દીનાં મોત થયા છે. ત્યાં જ મહેસાણામાં 517, બનાસકાંઠામાં 198, ખેડામાં 196 કેસ, પાટણમાં 169, નવસારીમાં 164, કચ્છમાં 161 કેસ, આણંદમાં 146, દાહોદમાં 144, મહિસાગરમાં 135 કેસ, સાબરકાંઠામાં 135, પંચમહાલમાં 133, વલસાડમાં 133 કેસ, અરવલ્લીમાં 127, સુરેન્દ્રનગરમાં 117, ભરૂચમાં 113 કેસ, ગીર સોમનાથમાં 106, મોરબીમાં 102, તાપીમાં 96 કેસ, નર્મદામાં 63, પોરબંદરમાં 56, છોટા ઉદેપુર 54 કેસ, અમરેલીમાં 45, દ્વારકામાં 41, બોટાદમાં 24, ડાંગમાં 22 કેસ આવ્યા છે.

રાજ્યના કુલ 7355 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 10582 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 429130 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 142139 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 637 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 142139 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 637 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 73.78% એ આવી ગયો છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ રેકોર્ડબ્રેક 872 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 44,937 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 9 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 384 પર પહોંચ્યો છે. આજે વધુ 625 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 36,409 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 8144 એક્ટિવ કેસ પૈકી 542 દર્દી ઓક્સિજન ઉપર અને 352 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 7250 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 44,937 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 6568, પશ્ચિમ ઝોનમાં 7728, ઉત્તર ઝોનમાં 8161, દક્ષિણ ઝોનમાં 7757 વડોદરા ગ્રામ્યમાં 14,687 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

રાજકોટમાં 24 કલાકમાં 69 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 57 દર્દીના મોત થયા હતા. જે પૈકી 23 દર્દીના કોરોનામાં મોત થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું હતું. શહેરમાં આજે બપોર સુધીમાં 149 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 33674 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4075 દર્દી સારવાર હેઠળ છે. જયારે 726 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જરૂર ન હોવા છતા માંગ કરતી 14 હોસ્પિટલના ઓક્સિજન સપ્લાયમાંથી વહીવટી તંત્રએ નામ કટ કર્યા છે.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 2188 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો વધીને 1,17,281 પર પહોંચી ગયો છે. આજે સરકારી ચોપડે નવા 24 મોત નોંધાતા મૃત્યુઆંક 1785 પર પહોંચી ગયો છે. આજે શહેરમાંથી 2119 અને જિલ્લામાંથી 475 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 94,079 પર પહોંચી ગઈ છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 21,417 પર પહોંચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *