ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 544 કેસો,તો 11 લોકોને ભરખી ગયો કોરોના,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 92 લાખ અને 04 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 15 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા કલાક માં માત્ર 544 કેસો નોંધાયા હતા. જ્યારે 11 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 1505 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે 2,68,485 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે અમદાવાદમાં નવા 90 કેસ, 2નાં મોત, વડોદરામાં નવા 98 કેસ, એકનું મોત, સુરતમાં નવા 89 કેસ, 2નાં મોત, જામનગરમાં નવા 22 કેસ, એકનું મોત, રાજકોટમાં 26 અને જૂનાગઢમાં 27 કેસ, ગાંધીનગરમાં 5 અને ભાવનગરમાં 2 કેસ, ગીર સોમનાથમાં 23, ભરૂચમાં 22, નવસારીમાં 15 કેસ, આણંદ – બનાસકાંઠામાં 12 – 12, અરવલ્લીમાં 11 કેસ, પંચમહાલમાં 11, અમરેલી – ખેડા – મહિસાગરમાં 10 – 10 કેસ, કચ્છ – મહેસાણા – વલસાડમાં 9 – 9, પોરબંદરમાં 6 કેસ, દ્વારકા – સાબરકાંઠામાં 4 – 4, દાહોદમાં 3 કેસ, મોરબીમાં 2, બોટાદ – પાટણ – તાપીમાં 1 – 1 કેસ નોંધાયો હતો.

કોરોનાની બીજી લહેર નબળી પડતાં રાજ્યનો રિકવરી રેટ વધીને 97.23 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંક 8,15,251 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 9976 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે કુલ 7,96,208 દર્દીઓ સાજા થયા છે.  બીજી લહેરના પીકમાં જ્યાં એક્ટિવ કેસોની સંખ્યા 1 લાખને પાર પહોંચી ગઈ હતી તેવામાં રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,711 પર પહોંચી ગઈ છે. અને કુલ 316 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અને 12395 દર્દીઓની હાલત સ્થિર છે. 

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 89 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,42,319 પર પહોંચ્યો છે. સરકારે ચોપડે વધુ 2 નવા મોત સાથે મૃત્યુઆંક 2096 થયો છે. આજે શહેરમાંથી 107 અને જિલ્લામાંથી 84 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,37,927 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2296 એક્ટિવ કેસ છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં વધુ 102 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 71,066 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર વધુ એક મોત સાથે મૃત્યુઆંક 621 પર પહોંચ્યો છે. આજ રોજ 568 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 67,646 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 2799 એક્ટિવ કેસ પૈકી 92 દર્દી ઓક્સિજન ઉપર અને 66 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,066 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9609, પશ્ચિમ ઝોનમાં 11,720, ઉત્તર ઝોનમાં 11,650, દક્ષિણ ઝોનમાં 11,623 વડોદરા ગ્રામ્યમાં 26,428 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. શહેરમાં આજે બપોર સુધીમાં 8 કેસ નોંધાયા છે. જયારે કુલ કેસની સંખ્યા 42439 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 673 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે બુધવારે 19 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં વેક્સિન મૂકાવનારાની સંખ્યામાં ઘટાડો થતા રસીકરણ વધારવા માટે રાજકોટ મનપાએ કમર કસી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *