ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા નવા કોરોના ના 1125 કેસો,તો 6 લોકોના થયા મોત…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ભારત વિશ્વમાં કોરોના ના ની સંખ્યા માં બીજા નંબરે પહોંચી ગયું છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 86 લાખ અને 36 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 1 લાખ ને 83 હજારને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે રાજ્યમાં કોવિડ-19ના નવા 1125 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3779 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,245 એક્ટિવ કેસ છે, જ્યારે 1,67,820 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 74 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,171 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,83,844 પર પહોંચી છે.

Loading...

તો છેલ્લા 24 કલાક માં રાજ્યમાં નવા કોરોના ના નોંધાયેલા કેસોની વિગત જોઈએ તો,આજે અમદાવાદ કોર્પોરેશન 186, સુરત કોર્પોરેશન 144, વડોદરા કોર્પોરેશન 92, રાજકોટ કોર્પોરેશન 86, મહેસાણા 70, રાજકોટ 48, બનાસકાંઠા 41, સુરત 40, પાટણ 38, વડોદરા 38, ગાંધીનગર કોર્પોરેશન 28, સાબરકાંઠા 23, મોરબી 22, અમદાવાદ 21, સુરેન્દ્રનગર 20, ગાંધીનગર 19, ભરૂચ 18, જામનગર કોર્પોરેશન 18, પંચમહાલ 17, જામનગર 16, આણંદ 14, ખેડા 13, કચ્છ 13, અમરેલી 12, દાહોદ 12, ભાવનગર કોર્પોરેશન 11, મહીસાગર 11, જુનાગઢ 9, જુનાગઢ કોર્પોરેશન 8, ગીર સોમનાથ 7, નર્મદા 6, અરવલ્લી 5, નવસારી 4, તાપી 4, ભાવનગર 3, દેવભૂમિ દ્વારકા 3, છોટા ઉદેપુર 2, પોરબંદર 2, બોટાદ 1 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં આજે નવા નોંધાયેલા મોત ની વિગત જોઈએ તો,આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 6 લોકોનાં કરૂણ મોત થયા હતા.

રાજ્યમાં આજે કુલ 1352 દર્દી સાજા થયા હતા અને 52,973 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 66,25,876 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.28 ટકા છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,95,986 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,95,890 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 96 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

તો વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 92 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 16 હજારને પાર થઇને 16,091 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર જિલ્લામાં વધુ એક મૃત્યુ થતાં મૃત્યુઆંક 215 થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ 88 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 14,769 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1107 એક્ટિવ કેસ પૈકી 157 દર્દી ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટિલેટર પર છે અને 893 દર્દીની હાલત સ્થિર છે.વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 16,091 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2437, પશ્ચિમ ઝોનમાં 2624, ઉત્તર ઝોનમાં 3354, દક્ષિણ ઝોનમાં 2949, વડોદરા ગ્રામ્યમાં 4691 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

તો રાજકોટમાં 24 કલાકમાં 5નાં મોત થયાં છે. શહેરમાં18 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9174 પર પહોંચી છે, જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 462 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં મંગળવારે 60 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *