ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 16 કેસો,જાણો ક્યાં નોંધાયા કેસો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 32 લાખ 31 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 162 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.

Loading...

આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે વડોદરા કોર્પોરેશનમાં 6,  સુરત કોર્પોરેશન 5, અમદાવાદ કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથ 1, મહેસાણા 1, રાજકોટ કોર્પોરેશન 1 કોરોનાનો નવો  કેસ નોંધાયો છે.  

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,356 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે અત્યાર સુધી 8,15,356 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં આજે કોરોનાની ત્રણ લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 12 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી.

અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ,  ડાંગ, દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,   જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ,જુનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,  મહીસાગર,  મોરબી, નર્મદા, નવસારી,  પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડમાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.

સુરત શહેર જિલ્લામાં ગત રોજ કોરોનાના નવા 7 કેસ સામે આવ્યા હતા. જે પૈકી 5 કેસ શહેરમાં અને 2 કેસ જિલ્લામાં સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 1,43,635 લોકોને કોરોના થઈ ચૂક્યો છે. ગત રોજ એકપણ વ્યક્તિનું કોરોનામાં મોત થયું ન હતું. અત્યાર સુધીમાં 2115 લોકોના કોરોનાને લીધે મોત થઈ ચૂક્યા છે. ગત રોજ શહેરમાં 2 અને જિલ્લામાં 1 વ્યક્તિ કોરોનામુક્ત બની હતી. હાલ શહેર જિલ્લામાં કોરોનાના 74 એક્ટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *