ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 11 કેસો,જાણો ક્યાં નોંધાયા કેસો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 33 લાખ 14 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 153 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 19 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે કચ્છ 3, વડોદરા કોર્પોરેશનમાં 3, અમદાવાદ કોર્પોરેશન 2, ભાવનગર 1, જામનગર 1 અને સુરત કોર્પોરેશન 1 નવો  કેસ નોંધાયો છે.રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,386 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. 

આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે અત્યાર સુધી 8,15,386 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં આજે કોરોનાની 3.75 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 19 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી.

સુરત શહેરમાં 01 અને જિલ્લામાં 00 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 01 કેસ પોઝિટિવ નોંધાયો છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143656 થઈ ગઈ છે. આજે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. આજે શહેરમાંથી 10 અને જિલ્લામાંથી 01 દર્દી કોરોનાને માત આપી સાજા થતા કુલ 11 દર્દીને રજા આપવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 4 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 72,025 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 6 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,387 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *