રાજ્યમાં આજે નોંધાયા નવા કોરોના ના 1110 કેસો,તો રાજ્યમાં આજે થયા 11 દર્દીઓના મોત…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ભારત વિશ્વમાં કોરોના ના ની સંખ્યા માં બીજા નંબરે પહોંચી ગયું છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 99 લાખ અને 12 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 2 લાખ ને 29 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1110 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 ના કુલ કેસોની સંખ્યા વધીને 2,29,913એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 11 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4193એ પહોંચ્યો છે. જ્યારે 1236 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 92.57 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 54,883 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Loading...

ત્યારે આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઇએ તો,આજે અમદાવાદ કોર્પોરેશન 232, સુરત કોર્પોરેશન 141, વડોદરા કોર્પોરેશન 101, રાજકોટ કોર્પોરેશન 99, મહેસાણા 44, વડોદરા 42, કચ્છ 35, ગાંધીનગર 30, સુરત 26, રાજકોટ 25, અમરેલી 23, ખેડા 23, ભરૂચ 22, પંચમહાલ 22, ગાંધીનગર કોર્પોરેશન 21, દાહોદ 19, જામનગર 19, બનાસકાંઠા 14, જામનગર કોર્પોરેશન 14, જુનાગઢ કોર્પોરેશન 14, સુરેન્દ્રનગર 14, સાબરકાંઠા 13, ભાવનગર કોર્પોરેશન 12, મોરબી 11, પાટણ 11, આણંદ 10, નર્મદા 10, જુનાગઢ 9, તાપી 9, ગીર સોમનાથ 8, અમદાવાદ 7, દેવભૂમિ દ્વારકા 7, મહીસાગર 6, નવસારી 5, અરવલ્લી 4, બોટાદ 3, છોટા ઉદેપુર 2, વલસાડ 2, પોરબાંદર 1 કેસ સામે આવ્યા છે.

તો રાજ્યમાં નવા નોંધાયેલા મોત ની વિગત જોઈએ તો,છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના 11 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 8 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન વ્યક્તિ અને મહેસાણામાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4193એ પહોંચ્યો છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,12,839 નાગરીકો સાજા થઈ ગયા છે. 4193ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 12,881 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 61 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 12,820 સ્ટેબલ છે.

તો વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 106 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 19,676 પર પહોંચી ગયો છે અને વધુ એક મૃત્યુ થતાં મૃત્યુઆંક 231 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 77 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 18,108 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1337 એક્ટિવ કેસ પૈકી 151 દર્દી ઓક્સિજન પર અને 53 દર્દી વેન્ટિલેટર પર છે અને 1133 દર્દીની હાલત સ્થિર છે.વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 19,676 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2948, પશ્ચિમ ઝોનમાં 3171, ઉત્તર ઝોનમાં 3928, દક્ષિણ ઝોનમાં 3552, વડોદરા ગ્રામ્યમાં 6041 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ત્યારે રાજકોટમાં 24 કલાકમાં 6 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે આજે સાંજ સુધીમાં 99 કેસ પોઝિટિવ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 12 હજારને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં રાજકોટમાં 12379 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 815 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં આજે 107 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. બીજી તરફ રાજકોટ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ બાદ ફાયર વિભારે 47 બિલ્ડિંગને નોટિસ ફટકારી છે. રાજકોટમાં ગઈકાલે રાત્રે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન 183 જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *