ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 15 કેસો,જાણો ક્યાં નોંધાયા કેસો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 33 લાખ 39 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 150 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે અમદાવાદ કોર્પોરેશનમાં ચાર, સુરત કોર્પોરેશનમાં ચાર, જામનગરમાં બે, રાજકોટમાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે અને કચ્છમાં એક કોરોનાનો કેસ નોંધાયા હતા.રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,423 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે.

આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે અત્યાર સુધી 8,15,423 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં આજે કોરોનાની 3,64,206 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 18 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી.

સુરતમાં શહેરમાં 01 અને જિલ્લામાં 00 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 01 કેસ પોઝિટિવ નોંધાયો હતો. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143656 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. ગત રોજ શહેરમાંથી 10 અને જિલ્લામાંથી 01 દર્દી કોરોનાને માત આપી સાજા થતા કુલ 11 દર્દીને રજા આપવામાં આવી હતી. હાલ શહેર જિલ્લામાં કોરોનાના 77 એક્ટિવ કેસ છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,028 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,390 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *