ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના 505 પોઝિટિવ કેસ,તો 3 દર્દીઓના થયા મોત

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 1 કરોડ અને 5 લાખ અને 43 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 2 લાખ ને 55 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 505 પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે રાજ્યમાં વધુ 3 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4363 એ પહોંચ્યો છે. જ્યારે 764 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 95.71 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્ય સરકાર દ્વારા કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેની આરોગ્ય વિભાગે જાણકારી આપી નથી. કોરોનાના કારણે કોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યા આજની તારીખે 4,71,357 છે, જે પૈકી 4,71,229 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને 128 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

Loading...

તો કોરોના ના નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો,આજે અમદાવાદ કોર્પોરેશન 99, સુરત કોર્પોરેશન 80, વડોદરા કોર્પોરેશન 63, રાજકોટ કોર્પોરેશન 58, વડોદરા 25, ભરૂચ 17, સુરત 16, રાજકોટ 12, મહેસાણા 11, જુનાગઢ કોર્પોરેશન 10, ગાંધીનગર 9, જામનગર કોર્પોરેશન 9, કચ્છ 9, આણંદ 7, દાહોદ 7, ગાંધીનગર કોર્પોરેશન 7, ખેડા 7, ભાવનગર કોર્પોરેશન 6, અમરેલી 5, બનાસકાંઠા 4, જુનાગઢ 4, પંચમહાલ 4, સાબરકાંઠા 4, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 3, ડાંગ 3, ગીર સોમનાથ 3, મોરબી 3, નર્મદા 3, અરવલ્લી 2, ભાવનગર 2, દેવભૂમિ દ્વારકા 2, મહીસાગર 2, પાટણ 2, છોટા ઉદેપુર 1, જામનગર 1, પોરબાંદર 1 કેસ સામે આવ્યા છે.

તો રાજ્યમાં નવા નોંધાયેલા મોતની વિગત જોઇએ તો,છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના 3 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા અમદાવાદ કોર્પોરેશન 1, રાજકોટ કોર્પોરેશન 1 અને રાજકોટમાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 3 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4363 પહોંચ્યો છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,44,403 નાગરીકો સાજા થઈ ગયા છે. 4363ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 6588 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 53 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 6535 સ્ટેબલ છે.

તો વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં વધુ 74 કેસ સાથે કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 22533 ઉપર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 241 પર સ્થિર રહ્યો છે. વડોદરા શહેર જિલ્લામાં વધુ 65 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 22212 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1080 એક્ટિવ કેસ પૈકી 107 દર્દી ઓક્સિજન પર અને 47 દર્દી વેન્ટિલેટર પર છે અને 926 દર્દીની હાલત સ્થિર છે.વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 22,533 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3350, પશ્ચિમ ઝોનમાં 3652, ઉત્તર ઝોનમાં 4422, દક્ષિણ ઝોનમાં 4054, વડોદરા ગ્રામ્યમાં 7019 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

તો રાજકોટમાં 24 કલાકમાં 5 લોકોના મોત થયા છે. બપોર સુધીમાં 21 કેસ પોઝિટિવ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 14 હજારને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 14 હજાર 563 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 412 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં શુક્રવારે 57 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 146 લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *