રાજ્યમાં આજે 1379 કોરોના ના નવા કેસો નોંધાતા,આંકડો પહોંચ્યો 1 લાખ 19 હજાર ને પાર…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ભારત વિશ્વમાં કોરોના ના ની સંખ્યા માં બીજા નંબરે પહોંચી ગયું છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 51 લાખ અને 41 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 1 લાખ ને 19 હજારને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1379 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1652 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3273 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 280 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 119088 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,007 છે. આજે રાજ્યમાં કુલ 85,620 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 83.81 ટકા છે.

Loading...

આજે આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 280, અમદાવાદમાં 171, રાજકોટમાં 145, વડોદરામાં 127, જામનગરમાં 129, ભાવનગરમાં 55, ગાંધીનગરમાં 47, મહેસાણામાં 41, જૂનાગઢમાં 37, બનાસકાંઠામાં 39, કચ્છમાં 30, પંચમહાલ, પાટણમાં 28-28, અમરેલી, મોરબીમાં 26-26, ભરુચમાં 25, મહીસાગરમાં 19, દાહોદમાં 17, ગીર સોમનાથમાં 13, વલસાડમાં 12, દેવભૂમિ દ્વારકામાં 11, અરવલ્લીમાં 9, બોટાદ, ખેડા, નર્મદામાં 8-8, આણંદ, સાબરકાંઠામાં 7-7, છોટા ઉદેપુર, નવસારીમાં 6-6, ડાંગ, પોરબંદરમાં 5-5, સુરેન્દ્રનગર, તાપીમાં 2-2 સહિત કુલ 1379 નવા કેસ નોંધાયા છે.

તો રાજ્યમાં આજે નોંધાયેલ કોરોના ના લીધે મોત ની વિગત જોઈએ તો,સુરતમાં 6, અમદાવાદમાં 4, વડોદરામાં 2 જ્યારે બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 290, અમદાવાદમાં 224, રાજકોટમાં 237, જામનગરમાં 120 સહિત કુલ 1652 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.રાજ્યમાં અત્યારે કુલ 16,007 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 96 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 15,911 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 99,808 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 123 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ વડોદરામાં પોઝિટિવ કેસનો કુલ આંક 10,161 ઉપર પહોંચ્યો છે અને આજે વધુ 3 દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 169 થયો છે. વડોદરામાં આજે વધુ 119 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 8622 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1370 એક્ટિવ કેસ પૈકી 159 દર્દી ઓક્સિજન ઉપર અને 54 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1157 દર્દીની હાલત સ્થિર છે.વડોદરા શહેરમાં હાલ 3865 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3853 લોકો હોમ ક્વોરન્ટીન, સરકારી ફેસિલિટીમાં 6 લોકો અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 6 લોકો ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે.

સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં સાંજ સુધીમાં 87 કેસ નોંધાયા છે. જ્યારે 33 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટના 29, ગ્રામ્યના 2 અને અન્ય જિલ્લાના 2 લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં જ અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7050 પર પહોંચી ગઈ છે. જ્યારે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 4830 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 1238 દર્દીઓ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PI વી.કે.ગઢવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં પ્રથમ સનિયર ડોક્ટર બી.ડઢાણીયાનું કોરોનામાં મોત નીપજ્યું છે. આથી રાજકોટના તબીબ આલમમાં શોકની લાગણી જોવા મળી રહી છે. જામનગરમાં આજે પણ 108 કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *