ગુજરાત

રાજ્યમાં કોરોના ના આજે નવા 1161 કેસો,તો 9 લોકોના થયા મોત…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ભારત વિશ્વમાં કોરોના ના ની સંખ્યા માં બીજા નંબરે પહોંચી ગયું છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 74 લાખ અને 42 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 1 લાખ ને 58 હજારને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે રાજ્યમાં 1161 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3929 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,587 એક્ટિવ કેસ છે, જ્યારે 1,40,419 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,508 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,58,635 પર પહોંચી છે.

Loading...

આજે રાજ્યમાં છેલ્લા 24 કલાક માં નવા નોંધાયેલા કેસોની વિગત જોઈએ તો,આજે કુલ 1161 કેસો આવ્યા છે અને 24 કલાકમાં 9 દર્દીઓ મોતને ભેટ્યા છે, ત્યાં જ ચોંકાવનારી વાત એ છે કે, આજે તાપી જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. ત્યાં જ સુરતમાં 239 કેસ 2 મોત, રાજકોટમાં 92 કેસ 3 મોત, અમદાવાદમાં 183 કેસ 2 મોત, વડોદરામાં 116 કેસ 1 મોત, ગીર સોમનાથમાં 18 કેસ 1 મોત, જામનગર 74, ગાંધીનગરમાં 39, મહેસાણામાં 41, પાટણમાં 33, ભરૂચ 27, સાબરકાંઠા 24, મોરબી 21, જૂનાગઢમાં 41, અમરેલીમાં 20, બનાસકાંઠા અને ખેડામાં 17-17 કેસ, નર્મદા અને પંચમહાલમાં 16-16 કેસ, ભાવનગરમાં 18, કચ્છમાં 15, દાહોદ અને મહીસાગરમાં 12-12, આણંદ 8, દ્વારકા, પોરબંદરમાં 6-6 કેસ, છોટાઉદેપુર 5, અરવલ્લી અને નવસારીમાં 3-3 કેસ, બોટાદમાં 2, વલસાડમાં 1 નવો કેસ નોંધાયો છે.

આજે રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કોરોના ના લીધે નવા નોંધાયેલા મોત ની વિગત જોઈએ તો,આજે રાજકોટ કોર્પોરેશનમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2,ગીર સોમનાથમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 9 લોકોના મોત થયા હતા.ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3629એ પહોંચ્યો છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,40,419 નાગરીકો સાજા થઈ ગયા છે. 3629ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,587 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 79 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,508 સ્ટેબલ છે.

રાજ્યમાં આજે કુલ 1270 દર્દી સાજા થયા હતા અને 52,746 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 53,22,288 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.52 ટકા છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,49,479 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,49,199 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 280 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

તો વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 13597 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 208 થયો છે. વડોદરામાં ગત રોજ વધુ 94 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 11759 કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1630 એક્ટિવ કેસ પૈકી 158 દર્દી ઓક્સિજન પર અને 54 દર્દી વેન્ટિલેટર પર છે અને 1418 દર્દીની હાલત સ્થિર છે.

તો રાજકોટમાં 24 કલાકમાં 14 લોકોના કોરોનાથી મોત થયા છે. બપોર સુધીમાં 27 કેસ નોંધાયા છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 7677 પર પહોંચી છે. જેમાંથી રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 805 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે શુક્રવારે શહેરમાં 92 દર્દીઓ કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *