ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 1091 કેસો,તો 9 લોકોના થયા મોત…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ભારત વિશ્વમાં કોરોના ના ની સંખ્યા માં બીજા નંબરે પહોંચી ગયું છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 75 લાખ અને 04 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 1 લાખ ને 59 હજારને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે રાજ્યમાં 1091 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3638 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,436  એક્ટિવ કેસ છે, જ્યારે 1,41,652 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 74 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,362 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,59,726 પર પહોંચી છે.

Loading...

ત્યારે રાજ્યમાં આજે નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,સુરતમાં નવા 239 કેસ 2નાં મોત, અમદાવાદમાં 185 કેસ 5નાં મોત, વડોદરામાં 119 અને રાજકોટમાં 107 કેસ, જામનગરમાં 84 અને ગાંધીનગરમાં 46 કેસ, જુનાગઢમાં 32 અને ભાવનગરમાં 18 કેસ, પાટણમાં 18 અને ભરૂચમાં 17 કેસ, બનાસકાંઠા અને કચ્છમાં 15-15 કેસ, ગીર સોમનાથ અને મોરબીમાં 11-11 કેસ, આણંદ અને નર્મદામાં 10-10 કેસ, પંચમહાલમાં 10 અને દાહોદમાં 9 કેસ, દેવભૂમિ દ્વારકા અને ખેડામાં 7-7 કેસ સામે આવ્યા છે.

તો રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કોરોના ના લીધે નોંધાયેલ મોત ની વિગત જોઈએ તો,અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3638એ પહોંચ્યો છે.

રાજ્યમાં આજે કુલ 1233 દર્દી સાજા થયા હતા અને 52,141 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 53,74,429  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.68 ટકા છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,48,346 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,48,049 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 288 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

તો વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 106 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 13,808 ઉપર પહોંચ્યો છે અને આજે વધુ એક મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 209 થયો છે. આજે વધુ 78 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 12,004 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1595 એક્ટિવ કેસ પૈકી 159 દર્દી ઓક્સિજન પર અને 60 દર્દી વેન્ટિલેટર પર છે અને 1376 દર્દીની હાલત સ્થિર છે.વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 13808 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2135, પશ્ચિમ ઝોનમાં 2265, ઉત્તર ઝોનમાં 3003, દક્ષિણ ઝોનમાં 2605, વડોદરા ગ્રામ્યમાં 3745 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નધાયા છે.

તો રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવા લાગ્યો છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં 26 કેસ નોંધાયા છે. એક અઠવાડિયા પહેલા 100થી 125 કેસ નોંધાતા હતા અને હવે છેલ્લા 7 દિવસથી રાજકોટમાં 80ની આસપાસ કેસ નોંધાવા લાગ્યા છે. રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 7747 પર પહોંચી ગઈ છે. તેમજ 789 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ ઘટાડો થવા લાગ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં 7 દર્દીના કોરોનાથી મોત થયા છે. જામનગરમાં આજે વધુ 49 કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *