ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 13 કેસો,જાણો ક્યાં નોંધાયા કેસો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 33 લાખ 60 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે. તો આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 24 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,490 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 4,81,733 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઈએ તો,આજે કચ્છ 3, સુરત કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 2, આણંદ 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથ 1, રાજકોટ 1 અને વલસાડમાં 1 કેસ સાથે કુલ 13 કેસ નોંધાયા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 143 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 140 નાગરિકો સ્ટેબલ છે. 8,15,490 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

સુરત શહેર જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ સામે આવ્યા હતા જે પૈકી શહેરમાં 03 અને જિલ્લામાં 0 કેસ નોંધાયા હતા. ધીમેધીમે જિલ્લામાં પણ કોરોના ફરી સક્રિય થઇ રહ્યો છે. નવા કેસને લીધે શહેર જિલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા 143676 પર પહોંચી ગઈ છે. આજે 5 લોકો કોરોનામુક્ત બન્યા હતા. જેમાં શહેરના 5 અને જિલ્લાના 0 લોકોનો સમાવેશ થાય છે. હાલ શહેર જિલ્લામાં 69 એક્ટિવ કેસ છે.

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો કુલ આંક 72,040 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે 1 દર્દી ડિસ્ચાર્જ થતા અત્યાર સુધીમાં કુલ 71,402 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરા શહેરમાં કોરોનાના 3થી 4 કેસો છેલ્લા બે મહિનાથી આવી રહ્યાં છે. શહેરમાં ડેન્ગ્યુના 33 અને ચિકનગુનિયાના નવા 18 કેસ સામે આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *