રાજ્યમાં સતત બીજા દિવસે 1400 થી વધુ કોરોના ના કેસો નોંધાયા,તો 16 લોકોના મોત…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ભારત વિશ્વમાં કોરોના ના ની સંખ્યા માં બીજા નંબરે પહોંચી ગયું છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 53 લાખ અને 23 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 1 લાખ ને 21 હજારને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે સૌથી વધુ 1432 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,21,930એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3305એ પહોંચ્યો છે. જ્યારે 1470 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 84.12 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 61,432 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Loading...

ત્યારે આજે રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઈએ તો,આજે સુરત કોર્પોરેશન 174, અમદાવાદ કોર્પોરેશન 152, સુરત 107, જામનગર કોર્પોરેશન 103, વડોદરા કોર્પોરેશન 99, રાજકોટ કોર્પોરેશન 97, મહેસાણા 69, રાજકોટ 54, બનાસકાંઠા 44, વડોદરા 39, પંચમહાલ 30, અમરેલી 29, મોરબી 28, અમદાવાદ 26, કચ્છ 26, ભાવનગર કોર્પોરેશન 25, ભરૂચ 24, ગાંધીનગર 23, જામનગર 23, પાટણ 23, ગાંધીનગર કોર્પોરેશન 21, જુનાગઢ કોર્પોરેશન 18, ભાવનગર 17, જુનાગઢ 17, મહીસાગર 16, દાહોદ 15, ગીર સોમનાથ 15, દેવભૂમિ દ્વારકા 14, સાબરકાંઠા 13, ખેડા 12, નર્મદા 12, સુરેન્દ્રનગર 12, આણંદ 10, તાપી 10, બોટાદ 9, છોટા ઉદેપુર 8, નવસારી 8, પોરબંદર 5, અરવલ્લી 2, વલસાડ 2, ડાંગ 1 કેસો મળી કુલ 1432 કેસો મળ્યા છે.

તો રાજ્યમાં આજે કોરોના ના લીધે મૃત્યુ પામેલા લોકોની વિગત જોઈએ તો,છેલ્લા 24 કલાક માં સુરત 4, અમદાવાદ કોર્પોરેશન 3, અમરેલી 1, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર કોર્પોરેશન 1, કચ્છ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 16 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3305એ પહોંચ્યો છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 102571 નાગરીકો સાજા થઈ ગયા છે. 3305ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,054 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 97 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 15,957 સ્ટેબલ છે.

આજે વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં વધુ 135 કેસ સાથે કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 10,427 ઉપર પહોંચ્યો છે. આ સાથે શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 174 થયો છે. વડોદરામાં 102 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં કુલ 8831 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1422 એક્ટિવ કેસ પૈકી 161 દર્દી ઓક્સિજન ઉપર અને 61 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1200 દર્દીની હાલત સ્થિર છે.વડોદરા શહેરમાં હાલ 4326 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 4317 લોકો હોમ ક્વોરન્ટીન, સરકારી ફેસિલિટીમાં 3 લોકો અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 6 લોકો ક્વોરન્ટીન છે.

તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં 23નાં મોત થયા છે. ગઈકાલે 25 લોકોના મોત થયા હોવા છત્તાં સત્તાવાર 1 મોત જ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં આજે 48 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 5 હજાર નજીક પહોંચી ગઈ છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 4928 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 1077 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે 156 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રાજકોટ મનપામાં ટાઉન પ્લાનિંગ શાખાના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં ફફડાટ ફેલાયો છે. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને સર્વેયર સહિત 2નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *