ગુજરાત

આજે રાજ્યમાં નોંધાયા કોરોના ના નવા 490 પોઝિટિવ કેસો,તો 2 લોકોના થયા મોત

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 1 કરોડ અને 5 લાખ અને 96 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 2 લાખ ને 57 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે કોરોના વાયરસ ના દૈનિક નોંધાતા કોરોના મહામારીના આંકડો 500થી પણ ઓછો નોઁધાયા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 490 પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે રાજ્યમાં વધુ 2 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4371 એ પહોંચ્યો છે. જ્યારે 707 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 96.07 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્ય સરકાર દ્વારા કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેની આરોગ્ય વિભાગે જાણકારી આપી નથી. કોરોનાના કારણે કોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યા આજની તારીખે 4,69,999 છે, જે પૈકી 4,69,893 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને 106 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે અમદાવાદ કોર્પોરેશન 102, સુરત કોર્પોરેશન 81, વડોદરા કોર્પોરેશન 71, રાજકોટ કોર્પોરેશન 53, વડોદરા 23, સુરત 17, કચ્છ 14, રાજકોટ 12, ભાવનગર કોર્પોરેશન 10, મહેસાણા 10, ગાંધીનગર 8, દાહોદ 7, ગીર સોમનાથ 7, જૂનાગઢ કોર્પોરેશન 7, ગાંધીનગર કોર્પોરેશન 6, સાબરકાંઠા 6, ભરૂચ 5, ખેડા 5, આણંદ 4, જામનગર 4, જામનગર કોર્પોરેશન 4, જૂનાગઢ 4, અમદાવાદ 3, દેવભૂમિ દ્વારકા 3, મોરબી 3, પંચમહાલ 3, પાટણ 3, અમરેલી 2, બનાસકાંઠા 2, ભાવનગર 2, મહીસાગર 2, નર્મદા 2, અરવલ્લી 1, બોટાદ 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા મોત ની વિગત જોઈએ તો,છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના 2 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. આ બંન્ને મોત અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 2 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4371 પહોંચ્યો છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,47,223 નાગરીકો સાજા થઈ ગયા છે. 4371ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 5748 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 51 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 5697 સ્ટેબલ છે.

તો રાજકોટમાં 24 કલાકમાં 1નું મોત થયું છે અને સાંજ સુધીમાં નવા 53 કેસ પોઝિટિવ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 14 હજારને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 14820 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 390 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં આજે 66 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 143 લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.

તો સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવની સંખ્યા વધીને 51,595 થઈ છે. મૃત્યુઆંક વધીને 1136 થયો છે. શહેરમાંથી અને જિલ્લામાંથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 49,842 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાંકુલ 617 એક્ટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *