રાજ્યમાં કોરોના નો આંકડો 13 હજાર ની સાવ નજીક, આજે રાજ્યમાં નોંધાયા વધુ 371 નવા કેસ…

સમગ્ર દેશમાં કોરોના નો કહેર યથાવત છે. ત્યારે દેશમાં કોરોના નો આંકડો 1 લાખ 6 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોના નો આંકડો આજે 13 હજાર ની સાવ નજીક પહોંચ્યો છે. ત્યારે રાજ્યમાં વધુ 371 પોઝિટિવ કેસ નોંધાયો છે અને વધુ 24 લોકોના મોત થયા છે. તો સાથે જ આજે 269 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. તે સાથે જ રાજ્યમા કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 12910 પર પહોંચી ગઈ છે અને ડિસ્ચાર્જ થનાર દર્દીની સંખ્યા 5488 છે.

Loading...

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, આજે પણ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 371 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. ત્યાં જ કોરોનાના કારણે 24 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમા પ્રાથમિક રીતે કોવિડ-19ના કારણે 6 લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 169 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાના પોઝિટિવનાં કુલ કેસનો આંકડો 12910 થયો છે. છેલ્લા 24 કલાકમાં 269 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને ડિસ્ચાર્જનો કુલ આંક 5488 થયો છે. જ્યારે કોરોનાને કારણે કુલ 773 મોત થયા છે. તો રાજ્યનો રિકવરી રેટ 41.62 થયો છે.

ત્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસો ની વાત કરીએ ટોઝ અમદાવાદમાં 233, સુરતમાં 34, વડોદરામાં 24, મહેસાણામાં 13, બનાસકાંઠામાં 11, મહીસાગરમાં 9, અરવલ્લીમાં 7, ગીર-સોમનાથમાં 6, ગાંધીનગરમાં 5, કચ્છમાં 4, જામનગર, સાબરકાંઠા અને દાહોદમાં 3-3, નર્મદા અને જૂનાગઢમાં 2-2, પંચમહાલ, ખેડા, પાટણમાં 1-1 જ્યારે અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1,66,152 ટેસ્ટ કરાયા. જેમાંથી 1,53,242 નેગેટિવ જ્યારે 12,910 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ 12,910 પોઝિટિવ ટેસ્ટમાંથી 52 વેન્ટિલેટર પર અને 6,597ની હાલત સ્થિર છે.

અમદાવાદ શહેરમાં 20મેની સાંજથી 21મેની સાંજ સુધીમાંશહેરમાં કોરોનાના 233 કેસ નોંધાયા છે અને 17 દર્દીના મોત થયા છે. જ્યારે 200 દર્દીને રજા આપવામાં આવી છે. આમ મૃત્યુઆંક 619 થઈ ગયો છે જ્યારે કુલ કેસ 9,449 થયા છે અને 3,330 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. આમ શહેરમાં 22 દિવસ બાદ 24 કલાકમાં 250 કરતા ઓછા કેસ નોંધાયા છે.

સુરત મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર નવા 37 કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1276 થઈ ગઈ છે. વધુ એકનું મોત થતા આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 57 થઈ ગયો છે. વધુ 29 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 852 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં 247 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 44 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 1- વેન્ટિલેટર, 18- બીપેપ અને 25 દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *