ગુજરાત

રાજ્યમાં આજે છેલ્લા 24 કલાક માં નોંધાયા નવા 1137 કેસો,તો 9 લોકોના થયા મોત..

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ભારત વિશ્વમાં કોરોના ના ની સંખ્યા માં બીજા નંબરે પહોંચી ગયું છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 76 લાખ અને 59 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 1 લાખ ને 62 હજારને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા  1137 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3663 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,215  એક્ટિવ કેસ છે, જ્યારે 1,45,107 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 75 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,140 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,62,985 પર પહોંચી છે.

Loading...

ત્યારે આજે છેલ્લા 24 કલાક માં નવા નોંધાયેલા કેસોની વિગત જોઈએ તો,આજે સુરત કોર્પોરેશન 169, અમદાવાદ કોર્પોરેશન 165, વડોદરા કોર્પોરેશન 77, સુરત 70, રાજકોટ કોર્પોરેશન 69, મહેસાણા 48, વડોદરા 41, જામનગર કોર્પોરેશન 40, રાજકોટ 35, ગાંધીનગર કોર્પોરેશન 29, કચ્છ 26, પાટણ 26, જામનગર 25, ભરૂચ 23, દાહોદ 23, પંચમહાલ 22, સાબરકાંઠા 22, સુરેન્દ્રનગર 20, અમરેલી 19, નર્મદા 19, ગાંધીનગર 17, બનાસકાંઠા 16, જુનાગઢ 15, આણંદ 13, અમદાવાદ 12, ખેડા 12, ગીર સોમનાથ 11, જુનાગઢ કોર્પોરેશન 11, ભાવનગર કોર્પોરેશન 9, મોરબી 9, અરવલ્લી 7, મહીસાગર 7, છોટા ઉદેપુર 5, દેવભૂમિ દ્વારકા 5, નવસારી 4, પોરબંદર 4, તાપી 4, ભાવનગર 3, બોટાદ 3, ડાંગ 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

તો છેલ્લા 24 કલાક માં નવા નોંધાયેલા મોત ની વિગત જોઈએ તો,આજે અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, ભરૂચ 1, ગીર સોમનાથ 1, સુરત 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3663એ પહોંચ્યો છે.

રાજ્યમાં આજે કુલ 1180 દર્દી સાજા થયા હતા અને 52,986 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 55,32,522  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.03 ટકા છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,38,809 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,38,553 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 256 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

તો વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 98 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ વડોદરા શહેરમાં આજે સતત બીજા દિવસે 100થી ઓછા કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 14 હજારને પાર થઇને 14,107 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 209 થયો છે.વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 14,107 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2173, પશ્ચિમ ઝોનમાં 2315, ઉત્તર ઝોનમાં 3048, દક્ષિણ ઝોનમાં 2665, વડોદરા ગ્રામ્યમાં 3870 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નધાયા છે.

તો રાજકોટમાં 24 કલાકમાં 8 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે શહેરમાં 69 કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7989ને પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 7 હજારથી વધુ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 711 દર્દી સારવાર હેઠળ છે. મંગળવારે રાજકોટમાં 90 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જામનગરમાં આજે 40 કેસ નોંધાયા છે.

તો મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 239 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 34,624 થયો છે. 3 મોત સાથે મૃત્યુઆંક 989 પર પહોંચ્યો છે. શહેરમાંથી આજે 172 અને જિલ્લામાંથી 87 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 31,682 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1953 એક્ટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *